અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવતો હોય છે. અલગ અલગ રીતે અને અનોખી રીતે નેતાઓ વિરોધ કરતા હોય છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જે રીતના વિરોધ કર્યો હતો તે હાલ ચર્ચામાં છે. એક વીડિયો તેમનો વાયરલ થઈ રહ્યો છે જેમાં મમતા બેનર્જી વોશિંગ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં સુધી તો બરાબર પણ વોશિંગ મશીન પર લખાવામાં આવેલા લખાણે ધ્યાન ખેંચ્યું. મશીન પર લખવામાં આવ્યું હતું બીજેપી વોશિંગ મશીન. મમતા બેનર્જીએ વોશિંગ મશીનમાં કાળું કપડું નાખ્યું અને સફેદ કપડું બહાર નિકાળ્યું હતું.
મમતા બેનર્જીનો ભાજપ પર કટાક્ષ!
ભારતીય જનતા પાર્ટી પર અનેક પાર્ટીઓ દ્વારા એવો કથિત આરોપ લગાવવામાં આવતો હોય છે કે બીજેપીના નેતાઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમે ભાજપના નેતા હોય તો તમારે ડરવાની જરૂર નથી. તેમના નેતાઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાતી નથી જ્યારે બીજી પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં જો તમે બીજી પાર્ટીના નેતાઓ હોવ તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી કરાતી હોય છે પરંતુ જો તમે તે સમય દરમિયાન બીજેપીમાં જોડાઈ જાવ તો તમારા પર લાગેલા આરોપ અને તમારા પર થતી કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે.
બીજેપીના વોશિંગ મશીનનું જાદુ!
ત્યારે આવી જ વાત જાણે મમતા બેનર્જીએ પોતાના વિરોધ પ્રદર્શનમાં દર્શાવી હતી. મમતા બેનેર્જીએ ગજબ રીતે વિરોધ કર્યો હતો. મમતા બેનર્જી વિરોધ કરવા વોશિંગ મશીન લઈને આવ્યા હતા. વોશિંગ મશીન પર બીજેપી વોશિંગ મશીન લખવામાં આવ્યું હતું. મમતા એ મશીનમાં કાળું કપડું નાખે છે સફેદ કપડું નીકળે છે. સીએમ મમતા બેનર્જી અને તેમની પાર્ટીએ કટાક્ષ કર્યો હતો કે બીજેપી શાસનમાં કેન્દ્રીય એજન્સીના માધ્યમથી વિપક્ષને હેરાન કરવામાં આવે છે. પરંતુ જ્યારે જે એ નેતા ભાજપમાં જોડાઈ જાય છે તો તે નિર્દોષ બની જાય છે. ટીએમસી અને પ્રદર્શનનો વીડિયો પણ ટ્વિટ કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે બીજેપીના વોશિંગ મશીનનો જાદુ.
અખિલેશ યાદવે પણ કર્યો કટાક્ષ!
અખિલેશ યાદવે પણ વીડિયો કર્યો ટ્વિટ તેમણે લખ્યું કે દીદીએ 'ભાજપ વોશિંગ મશીન'નો ડેમો બતાવ્યો, જે ભાજપમાં જોડાયા પછી સફેદ કપડામાં ભ્રષ્ટાચારના સૂટથી લપેટાયેલા લોકોને બહાર કાઢે છે, તેનું અદ્યતન મોડલ યુપીમાં ચાલી રહ્યું છે.