મલ્લિકાર્જુન ખડ઼ગેએ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને વળતાં જવાબ આપ્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-27 16:58:30


કોંગ્રેસ વિધાનસભા ચુંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે  ડેડિયાપાડામાં કોંગ્રેસના નવી નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે સભાને સંબોધવામાં આવી હતી. અહીં પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આદિવાસી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. અહીં રવિવારે બપોરે યોજાયેલી જાહેર સભામાં મલ્લિકાર્જુન ખડ઼ગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે બંનેએ લોકોને સંબોધન કર્યું હતું.



મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું "હું ગરીબો કરતાં પણ ગરીબ છું"


મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું, ગુજરાત માટે જ નહીં પણ દેશ માટે પણ આ ચૂંટણી મહત્વની છે. કારણ કે ભાજપ 27 વર્ષથી અહીં સત્તા ભોગવે છે અને 27 વર્ષમાં જનતાની સમસ્યા જો હલ નથી કરી શકતી તો જનતાને બાબા સાહેબે જે અધિકાર આપ્યો છે તેમને નીકાળી ફેંકવાનો, તો તમને તે અધિકાર છે કે સારી સરકારને ચૂંટવાનો. ઠીક છે તમારું ડબલ એન્જિન બહુ ટાઈમથી ચાલે છે, જો ડબલ એન્જિન લગાવ્યા પછી પણ ગાડી નથી ચાલતી તો તે ગાડીને કાઢીને નવા એન્જિનની ગાડીને લાવવી જોઈએ. વચ્ચે ઘણા લોકો આવ્યા છે દિલ્હીથી આવીને વચ્ચે પગ નાખે છે. પણ તમારે વિચારવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ, વલ્લભભાઈએ, ગાંધીજીએ દેશને એક કર્યા અને તેને ચલાવ્યો તે પછી લોકતંત્ર પ્રમાણે દેશ ચાલી રહ્યો હતો. કોંગ્રેસના સમયમાં જે કામ થયા તે મજબૂતી સાથે રહ્યા. એવું નથી થયું કે આજે પુલ રિપેર કર્યો અને કાલે પડી ગયો. અમારું કામ મજબૂત છે, છતા અમને પુછે છે મોદીજી અને શાહ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, અરે ભાઈ 70 વર્ષમાં અમે કાંઈ ન કર્યું હોત તો તમને લોકતંત્ર ન મળ્યું હોત. તમે કહો છો હું ગરીબ છું, અમે તો ગરીબો કરતાં પણ ગરીબ છીએ. તમારી તો કોઈ ચા પણ પીવે છે અમારી તો ચા પણ પીતા નથી. અમે અછૂત છીએ.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.