કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળતા જ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના યુવા નેતાઓ માટે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-10-26 12:34:06

કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું પદ સંભાળી લીધું છે. આ પ્રસંગે તેમને સોનિયા અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે, એક સામાન્ય કાર્યકરને અધ્યક્ષ બનાવવા બદલ હું તમારો આભાર માનું છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે. સોનિયા ગાંધીજીએ પક્ષને ખંતપૂર્વક સંભાળ્યો છે. હું પણ મહેનત અને ઈમાનદારીથી કામ કરીશ. આ પ્રસંગે તેમણે સંગઠનની 50 ટકા જગ્યાઓ 50 વર્ષથી ઓછી વયના નેતાઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરી હતી.


મોદી સરકાર પર કર્યા પ્રહાર


આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ન્યુ ઈન્ડિયામાં કોઈ રોજગાર નથી. દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. સરકાર સૂઈ રહી છે. ઈડી અને સીબીઆઈ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજના રાજકારણમાં અસત્યનું વર્ચસ્વ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...