મલ્લિકાર્જુન ખડગેની જાહેરાત, લોકસભા ચૂંટણીમાં BJPને ઘેરવા કોંગ્રેસ OBC અને દલિત કાર્ડ ખેલશે


  • Published By :
  • Published Date : 2023-12-22 17:46:53

દેશની રાજનિતીમાં ઓબીસી અને પછાત વર્ગની સર્કિયતા ઘણી વધી ગઈ છે. જેમ-જેમ 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે આ બંને સમુદાયના લોકોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો વિવિધ માર્ગો અપનાવી રહ્યા છે. આ લિસ્ટમાં કોંગ્રેસને ટોચ પર રાખવામાં આવે છે, કેમ  કે લોકસભા ચૂંટણી માટે તેની રણનિતી સ્પષ્ટ થઈ ચૂકી છે. આ રણનિતીમાં ઓબીસીની સાથે-સાથે દલિત સમુદાયને પણ પોતાની તરફેણમાં લાવવાની છે.   


એક દલિત તરીકે મારૂં પણ અપમાન 


કોંગ્રેસની આ રણનીતી અંગે ચર્ચા કરતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર એક નિવેદનમાં કહ્યું કે મારી જાતિના કારણે મારૂ અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સમજવું જરૂરી છે કે મિમિક્રી કાંડનો ઉલ્લેખ કર્યો હતો કે તેમનું માનવું હતું કે જગદીપ ધનખડે તેમના અપમાનને જાટ અપમાન સાથે જોડ્યું હતું. તેમનો તર્ક એવો છે કે તે પણ દલિત સમાજમાંથી આવે છે અને તેમને સંસદમાં બોલવાની તક મળી નથી. આ સ્થિતીમાં શું  તેમણે પણ બોલવું જોઈએ કે એક દલિતનું અપમાન કરવામાં આવ્યું છે. 


કર્ણાટક ચૂંટણીની રણનિતી પર ફોકસ

 

કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી દરમિયાન જ જાહેરાત કરી હતી કે તે જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. માત્ર તે જ કેમ, આખું ભારત ઈન્ડિયા ગઠબંધનના મુદ્દે તેના સમર્થનમાં ઉભો હતો. આ જ કારણે બિજેપીના વિજય રથને રોકવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. આસામમાં કોંગ્રેસ અને વિપક્ષોને લાગે છે કે બિજેપીની હિંદુત્વવાળી પીચ પર રમવું મુશ્કેલ છે. આ સ્થિતીમાં ઓબીસી અને દલિત કાર્ડ દ્વારા ઘેરવાની તૈયારી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?