મલ્લિકાર્જુન ખડગેને સીએમ બનાવા ઉઠી માગ! જાણો કોણે કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે કરી આ અંગે રજૂઆત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 11:55:13

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. પરિણામ આવે અનેક દિવસો વીતિ ગયા પરંતુ કર્ણાટકની કમાન કોણ સંભાળશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર સીએમ પદના દાવેદાર હતા. પરંતુ કોઈ નિર્ણય નથી લેવાઈ શક્યો. બેઠકોનો દોર હાલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે સિદ્ધારમૈયા અને શિવકુમારે હાઈ કમાન્ડ સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. જે મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકના સીએમ બનાવી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર આ પ્રપોઝલ પર વિચારણા કરવામાં આવશે અને રાહુલ ગાંધી બેઠક કરી શકે છે.    


રાહુલ ગાંધી સાથે કરશે બેઠક!

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ 13 મેના રોજ આવ્યું હતું જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસને જીત હાંસલ થઈ પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ડી.કે શિવકુમાર તેમજ સિદ્ધારમૈયા સીએમ પદના દાવેદાર છે. પરંતુ મુખ્યમંત્રી અંગે નામ ફાઈનલ કરવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયાના સમર્થનમાં અનેક ધારાસભ્યો છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..