Chandrayaan-3ની સફળતા બાદ Mallika Sarabhaiએ યાદ કર્યા Vikram Sarabhaiને જેમણે ISROની કરી હતી સ્થાપના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-24 13:21:54

ગઈકાલથી દરેક ભારતીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ, અલગ પ્રકારનો ગર્વ જોવા મળી રહ્યો છે. ચંદ્રની સપાટી પર જ્યારે ચંદ્રયાન-3એ લેન્ડ કર્યું તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી લગભગ દરેક લોકો બન્યા છે. જ્યારે ચંદ્રયાન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત પર હતી. છેલ્લી મિનીટો એવી હતી જ્યારે દરેક ભારતીયોના ધબક્કારા વધી ગયા હતા. ત્યારે ઈસરોની સફળતાના વખાણ દરેક જગ્યાએ થઈ રહ્યા છે. ચંદ્રયાન-3ની ટીમને પણ સો સો સલામ છે જેમણે ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડ્યો છે. 

Image

આપણે ભૂલી ગયા એ વૈજ્ઞાનિકને જેમણે નાખ્યો હતો ઈસરોનો પાયો 

ઈસરોના વખાણ દરેક જગ્યાએ થઈ રહ્યા છે. ઈસરોની વાત તો દરેક જગ્યાઓ પર થઈ રહી છે પરંતુ આપણે એ વૈજ્ઞાનિકને ભૂલી ગયા જેમણે ઈસરોની સ્થાપના કરી હતી એવા વૈજ્ઞાનિક જેમણે ભારતને સ્પેસ સાયન્સમાં અલગ ઓળખ આપી. ભારતીયો પણ ચંદ્ર કે મંગળ પર જઈ શકે છે તેવો આત્મવિશ્વાસ જગાડ્યો. અમે વાત કરી રહ્યા છીએ વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક તો હતા જ પરંતુ સ્પેસ સાયન્સમાં ભારત કેવી રીતે આગળ વધે તેવું વિચારનાર એક સ્વપ્નદ્રષ્ટા પણ હતા. સ્પેસ સાયન્સ આગામી વર્ષોમાં કેવું હશે તેની કલ્પના કરી લીધી હતી. 

Image

સ્પેસ સાયન્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા કરાઈ હતી ઈસરોની સ્થાપના   

તેમની દિર્ધદ્રષ્ટ્રિ અને ભારતને અવકાશક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ઈસરોની સ્થાપના કરી હતી. તેમની વિચારસરણીને કારણે ભારતમાં ઈસરોની શરૂઆત થઈ. ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે પણ આત્મનિર્ભર બને, સ્પેસ સાયન્સમાં ભારતનો પણ ડંકો વાગે તે માટે તેમણે ઘણા વર્ષો પહેલા પાયો નાખ્યો. ઈસરો આજે એવા મુકામે પહોંચી ગયું છે કે એ એવી જગ્યા પર પોતાના યાન પહોંચાડી શકે છે જ્યાં આજ સુધી કોઈ નથી પહોંચ્યું. ચંદ્રયાન-3એ એવી જગ્યા પર લેન્ડ કર્યું છે જ્યાં કોઈએ આજદિન સુધી જવાનું વિચાર્યું પણ ન હતું.        


દર્પણ એકેડમીમાં પણ ચાલતું હતું લાઈવ ટેલિકાસ્ટ

ચંદ્રયાન-3નું લેન્ડિંગ થઈ ગયું, દરેક જગ્યાઓ પર સેલિબ્રેશન પણ થઈ ગયું.. અનેક જગ્યાઓ પર આ લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવતું હતું. એક લાઈવ ટેલિકાસ્ટ વિક્રમ સારાભાઈની દીકરીની એકેડમીમાં પણ બતાવવામાં આવતું હતું. એક પુત્રી માટે સૌથી આનંદદાયી ક્ષણ એ હોય છે જ્યારે તેના પિતાનું સપનું સાકાર થાય છે. એ ક્ષણ પુત્રી માટે એવી હોય છે જ્યારે આંખોમાં આનંદના આંસુ આવી જતા હોય.


મલ્લિકા સારાભાઈ પિતાને યાદ કરી થયા ભાવુક 

જ્યારે ચંદ્રયાન-3 અભિયાન સફળ થયું. ચંદ્રની સપાટી પર ચંદ્રયાનને સોફ્ટ લેન્ડિંગ કર્યું તે વખતે મલ્લિકા સારાભાઈની આંખોમાં પણ એવી લાગણી જોવા મળી હતી. તેમની આંખો આનંદથી છલકાઈ આવી હતી. બોલતા બોલતા તે ભાવુક થઈ ગયા હતા. અભિયાનને યાદ કરતા કરતા તેમને પોતાના પિતાની પણ યાદ આવી ગઈ. પિતાની દિર્ધદ્રષ્ટીને યાદ કરી તેમણે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો જે ડો. વિક્રમ સારાભાઈના વિઝન પર છેલ્લા 50 વર્ષથી કામ કરી રહ્યા હતા.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?