Maldives : President મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ!, માલદીવના નેતાઓ બીજું શું માંગે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-09 13:20:51

પીએમ મોદીએ લક્ષદ્વીપનો પ્રચાર કર્યો તે બાદ વિવાદ છેડાઈ ગયો.  માલદિવ્સે જાણે પોતાના પગ ઉપર કુલ્હાડી મારી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. પીએમ મોદીના ફોટો પર માલદિવ્સના નેતાઓએ કમેન્ટ કરી હતી અને તે બાદ વિવાદ છેડાઈ ગયો. ફોટાને લઈ શરૂ થયેલી રાજનીતિ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગઈ. ભારત અને પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી. તે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો મત લાવવાની માંગ કરવામાં આવી છે.   

માલદીવમાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ અવિશ્વાસ લાવવાની તૈયારી!

છેલ્લા ઘણા દિવસોથી ભારતનું લક્ષદ્વીપ અને માલદિવ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. પીએમ મોદીએ લક્ષદ્વીપને લઈ પોસ્ટ કરી હતી તે બાદ વિવાદ છેડાઈ ગયો. પીએમ મોદીના ફોટા પર માલદીવ્સના ત્રણ નેતાઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારત સાથેના વિવાદ બાદ માલદીવમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. માલદીવની વિપક્ષની પાર્ટી (માલદીવ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના નેતા અલી અઝીમે કહ્યું છે કે આપણે દેશની વિદેશ નીતિને મજબૂત બનાવી રાખવી પડશે. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું બોયકોટ માલદીવ્સ 

માલદીવના વિરોધ પક્ષના નેતા અલી અઝીમે કહ્યું છે કે 'આપણે દેશની વિદેશ નીતિને મજબૂત રાખવી પડશે.' આ પહેલા માલદીવના પૂર્વ રક્ષા મંત્રી મારિયા અહેમદે પણ ભારતના વખાણ કર્યા હતા અને રાષ્ટ્રપતિ મુઈઝુના વહીવટની ટીકા કરી હતી. કહ્યું હતું કે 'ભારત આપણા માટે એક મિત્ર જેવો પાડોશી દેશ છે જે ઈમરજન્સીમાં મદદ કરે છે.' મહત્વનું છે કે આ વિવાદ બાદ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી. ભારતીયોએ પોતાનું માલદીવ્સનું બુકિંગ કેન્સલ કરાવ્યું. સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થયું. મહત્વનું છે કે માલદીવ્સનું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?