માલદિવ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.. થોડા સમય પહેલા માલદિવના એક મંત્રીએ પર્યટનને લઈ નિવેદન આપ્યું હતું એ બાદ જે થયું તે આપણે જાણીએ છીએ. આજે માલદિવની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી એક ઘટના આવી તેને લઈ.. પોલીસે માલદિવના પર્યાવરણ મંત્રીની ધરપકડ કરી છે.. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પર કાળા જાદુ કરતા આરોપને ધ્યાનમાં રાખી પર્યાવરણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે તેવો રિપોર્ટ સ્થાનિક મીડિયા દ્વારા આપવામાં આવ્યો છે.. મંત્રીની સાથે સાથે બીજા બે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
માલદિવના રાષ્ટ્રપતિ પર કરવામાં આવ્યો કાળા જાદુ?
અલગ દેશમાં અલગ અલગ કાયદા હોય છે, અલગ અલગ માન્યતા હોય છે.. અનેક વખત આપણે 21મી સદીની વાત કરતા હોઈ છીએ.. કોઈ કાળા જાદુની વાત કરે તો આપણે કહીએ કે આવું તો થોડી બને.. પરંતુ માલદિવથી એક સમાચાર આવ્યા જે સાંભળ્યા બાદ તમે કહેશો કે આવું તો ના હોય... માલદિવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કાળા જાદુ કરવાના આરોપ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.
એક મંત્રી અને અન્ય બે વ્યક્તિની કરાઈ ધરપકડ!
સ્થાનિક મીડિયા અનુસાર જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં પર્યાયવરણ મંત્રી ફાતિમા છે. તેમની સાથે બીજા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સ્થાનિક મીડિયા દ્વારા એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે જ્યારે પોલીસે મંત્રીના ઘરે તપાસ કરી ત્યારે કાળા જાદુનો સામાન ત્યાંથી મળી આવ્યો હતો. મંત્રી પર આરોપ છે તે રાષ્ટ્રપતિને વશ કરવા માગતા હતા. ઉલ્લેખનિય છે કે માલદિવમાં આને લઈ કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..