ગુજરાત હાઈકોર્ટના હુકમથી રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની પ્રવૃતી વધી છે અને તેના કારણે માલધારી સમાજમાં ઘણો રોષ છે. રાજ્યમાં પશુપાલન કરી પેટીયું રળતા માલધારી સમાજના પશુધનને પાંજરે પુરવાના વિરોધમાં અમદાવાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માલધારી મહાપંચાયત દ્વારા આ વિશાળ રેલી યોજવામાં આવશે. આ રેલીમાં જોડાવા માટે સમાજના અગ્રણી નેતાઓએ લોકોને આહવાન કર્યું છે.
ક્યારે યોજાશે રેલી?
માલધારી મહાપંચાયતે અમદાવાદમાં મહારેલીનું આયોજન કરાયું છે. 2જી સપ્ટેમ્બરના રોજ માલધારી વેદના રેલી યોજાશે. બાપુનગરના ભીડભંજન હનુમાનથી ભદ્રકાળી મંદિર સુધી રેલી યોજાશે. માલધારીઓના રખડતાં ઢોર પકડવાના વિરોધામાં આ રેલી યોજાશે. આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાશે.