માગોનો સ્વીકાર નહીં થતાં ગુજરાતના માલધારીઓને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ફતવો


  • Published By :
  • Published Date : 2022-11-22 17:38:18

ચૂંટણી અગાઉ માલધારી સમાજે ભાજપ સામે મોરચો ખોલ્યો હતો તેવી રીતે અત્યારે ગુજરાત માલધારી મહાપંચાયતે ભાજપ સામે ફતવો બહાર પાડ્યો છે. ગુજરાતના માલધારીઓને ફતવામાં જણાવવામાં આવ્યું છે કે ભાજપને અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ માલધારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં નિષ્ફળ ગઈ છે માટે સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાઈ છે. 

જો માલધારી સમાજનો ઉમેદવાર હોય તો મત આપો બાકી ના આપો

આ પરિપત્રમાં વિચિત્ર નિર્ણય પણ લીધો છે કે ગુજરાતમાં ભલે ભાજપ સામે મતદાન કરે પણ જ્યાં માલધારી સમાજના ઉમેદવારો છે ત્યાં મત આપવાનો નિર્ણય માલધારી સમાજના લોકો જ કરશે. ચૂંટણી જીત્યા બાદ માલધારી સમાજના ધારાસભ્યએ પણ સમાજ સાથે રહેવા વિનંદી કરાઈ છે. 


શું છે માલધારી સમાજની માગણી?

  • ગીર, બરડા અને આલેચના પ્રશ્નોનો ન થયો નિકાલ 
  • માલધારી વસાહતો ન બનાવી જેથી લોકો અકસ્માતોના ભોગ બન્યા 
  • માલધારી સમાજને ખેડૂત બનવાનો હક ના આપ્યો 
  • દૂધની ડેરીઓમાંથી માલધારી સમાજનો એકડોકાઢી નાખ્યો 
  • માલધારી સમાજના પશુપાલકો પર ખોટા કેસ કરી જેલમાં પૂર્યાં 
  • 70 લાખથી વધુ માલધારીઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર

ગુજરાતમાં અગાઉ પણ માલધારી સમાજનું ગાંધીનગરના શેરથા ગામ ખાતે ભાજપ વિરોધી સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોથી માલધારી લોકો પહોંચ્યા હતા. ભાજપે આ સંમેલન મામલે નિવેદન આપ્યું હતું કે આ સંમેલન કોંગ્રેસ સમર્થિત છે જ્યારે માલધારી સમાજે આ સંમેલનને ગુજરાતના 61 લાખ માલધારીઓની એકતા જણાવી હતી. ત્યાર બાદ ચૂંટણીનો સમય હોવાના કારણે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. આજે ફરીવાર માલધારી સમાજના લોકોએ ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધ મત આપવાનો ફતવો બહાર પાડ્યો છે ત્યારે ભાજપ આ વિરોધને કેવી રીતે શાંત પાડશે તે જોવાનું રહેશે. 






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?