માલધારીઓ લડતના માર્ગે, 11 મુદ્દાની માંગણી સાથે દુધ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 15:17:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી સંગઠનોની સાથે-સાથે વિવિધ જાતિ સંગઠનોએ પણ સરકારની ચિંતા વધારી છે. માલધારી સમાજે વિવિધ માગણીઓને લઈને 21મી સપ્ટેમ્બરે ગુજરાતમાં દુધ હડતાળની જાહેરાત કરી છે. સમાજે જાહેર કર્યું છે કે એ દિવસે કોઈ માલધારી ડેરીમાં કે કોઈના ઘરે દૂધ આપવા નહીં જાય. માલધારી સમાજનું માનવું છે કે ગુજરાત સરકારે માલધારી સમાજ પર ધ્યાન આપ્યું નથી.


માલધારી મહાપંચાયત હવે લડી લેવાના મૂડમાં


માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અંગે ગુજરાત સરકાર કોઈ નક્કર પરિણામ લાવી શકી નથી. આ કારણે ગુજરાત માલધારી મહાપંચાયત હવે લડી લેવાના મૂડમાં છે. ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે  માલધારીઓની ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેમજ નિર્દોષ રાહદારીઓને નાના મોટા અકસ્માતોનો ભોગ બનવું પડે છે. ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટમાં ખોટા એફીડેવીટો કરીને ગુજરાત હાઈકોર્ટને ગેરમાર્ગે દોરે છે. દિન પ્રતિદીન ગામડાઓને શહેરોમાં ભેળવીને પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પાયમાલ કરવાનું બીલ ઢોર અંકુશ નિયંત્રણ ગુજરાત વિધાનસભામાં લાવવામાં આવ્યું. આ બીલ પ્રજાનાં હિત માટે નહીં પરંતુ 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકાની ગૌચરની સરકારી પડતર જમીન માનીતા ઉદ્યોગપતિઓને હેતુફેર કરીને જમીનો પધરાવી દેવાનું આ બીલ છે. તેમજ કુલ 11 મુદ્દાઓ માલધારીઓએ માંગણી સાથે ગુજરાત સરકારને આપ્યું છે.


21મીએ એક દિવસની દુધની હડતાળ 


માલધારી સમાજે આકરૂ વલણ અપનાવતા 21મીએ ગુજરાતભરની દુધ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દુધ આપવા નહીં જાય તેવી એક દિવસની દુધની હડતાળ જાહેર કરી છે. સાથે સાથે સમગ્ર માલધારી સમાજને સુચના આપવામાં આવી છે કે દુધનાં ખાનગી વાહનોને કનડગત કે નુકશાન ન થાય તે પણ કાળજી લેવી. સામાન્ય પ્રજાને પણ કોઈક પ્રકારે હેરાનગતિ ન થાય તેની કાળજી લેવા સુચના આપવામાં આવી છે. માલધારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે માલધારીઓ સાથે દુધ બાબતે કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં ન આવે. 22મીએ સમગ્ર ગુજરાતનાં માલધારીઓ ગોળનાં લાડુ બનાવીને ગાયોને ખવડાવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?