Maldhari samajનું આંદોલન ઉગ્ર બન્યું! વિરોધ પ્રદર્શનમાં જોડાઈ મહિલા, કર્યા સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-18 12:18:46

રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. હુમલાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. રખડતા ઢોરની સમસ્યા એટલી બધી વધી ગઈ હતી કે હાઈકોર્ટે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારથી આ કામગીરી શરૂ છે ત્યારથી માલધારીઓ અને ઢોર પકડવા જતી ટીમ વચ્ચે ઘર્ષણ થતું. તે બાદ અનેક વીડિયો સામે આવ્યા જેમાં ગાયોના મૃતદેહો મળી આવ્યા. માલધારીઓમાં આને લઈ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. માલધારીઓએ આંદોલન છેડ્યું છે. આ આંદોલનમાં મહિલાઓ આવી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા માલધારીઓમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે અને મહિલાઓએ સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ગાયોના મૃતદેહ જોઈ માલધારીઓ રોષે ભરાયા! 

એક તરફ ખરાબ રોડ રસ્તાને કારણે વાહનચાલકો પરેશાન છે તો બીજી તરફ રખડતા ઢોરને કારણે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રખડતા ઢોરના વધતા કેસને જોતા ગુજરાત હાઈકોર્ટ એક્ટિવ મોડમાં આવી ગઈ. ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે કડક પગલા લેવા આદેશ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે ટીમ જ્યારે રખડતા ઢોરને પકડવા જતી ત્યારે માલધઆરીઓ તેમજ મનપાની ટીમ વચ્ચે ઘર્ષણ થતું. ઢોરવાસમાં રાખેલા પશુઓની સરખી સારસંભાળ નથી રાખવામાં આવતી તેવા આક્ષેપો અનેક વખત કરવામાં આવ્યા, એવા અનેક વીડિયો સામે આવ્યા જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા.


સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી!

આ બધા વચ્ચે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ઢોરવાસ બહાર માલધારીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેવા દ્રશ્યો અનેક વખત સામે  આવ્યા છે. માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગાયોની પરિસ્થિતિને જોતા માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પશુપાલકો રાજ્યમાં જબરદસ્ત આંદોલન કરશે. માલધારી સમાજ મહારેલીનું આયોજન કરશે. 


મહિલાઓ પણ જોડાઈ વિરોધમાં.... 

એક તરફ માલધારી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે તો તેમની સમર્થનમાં માલધારી સમાજની મહિલાઓ પણ આવી છે. રસ્તા પર ઉતરી મહિલાઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વિરોધમાં ઉતેરલી મહિલાઓએ સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર લગાવ્યા છે અને થાળી-ચમચી વગાડી વિરોધ દર્શાવ્યો.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?