સરકાર સામે વધુ એક આંદોલન, માલધારીઓ અમદાવાદમાં યોજશે મહારેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 16:19:43

ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન આજકાલ ખુબ ચર્ચામાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું છે.  હવે જ્યારે એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર માટે માલધારી સમાજને પોતાના પડખે રાખવો અનિવાર્ય બન્યું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા રોડ પર રખડતા પશુઓને પકડીને પશુઓને ઢોરવાડામાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારના આ પગલાથી માલધારી સમાજમાં ઉગ્ર અસંતોષ છે. સરકારની આ કામગીરી સામે માલધારી મહાપંચાયત આવતીકાલે 2 સપ્ટેમ્બરના દિવસે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.


કાલે અમદાવાદમાં માલધારી વેદના રેલી


માલધારી સમાજની વેદના રેલી કાલે શુક્રવારે 11 વાગ્યે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિરથી પ્રસ્થાન કરશે અને ભદ્રકાલી મંદિર  પહોંચશે. માલધારી મહા પંચાયતના નેજા હેઠળ યોજાનારી આ વિશાળ રેલીમાં રબારી,ભરવાડ સહિતના બે હજારથી પણ વધુ લોકો ભાગ લે છે. રેલી માટે પોલીસ મંજુરી પણ મળી ગઈ છે. સરકાર સમક્ષ પોતાની વેદના દર્શાવવા માટે આ રેલી શાંત માહોલમાં યોજાશે. 



માલધારીઓની માંગણી શું છે?


માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જમાવટ સાથે વાત કરી માલધારીઓની સમસ્યા વર્ણવી હતી. માલધારીઓની સૌથી મોટી ચિંતા અમદાવાદની આસપાસના ગામડાઓને પણ શહેરમાં સમાવવાનો છે. લાંભા, પીપળજ,નિકોલ, રામોલ, વસ્ત્રાલ, સિંગરવા, ઓઠવ, કઠવાડા,બિલાસિયા,ચિલોડા, ગોતા, સહિતના 37 ગામડાઓનો સમાવેશ શહેરમાં થતાં પશુપાલન દ્વારા પેટીયું રળતા આ ગામડાના માલધારીઓ પશુપાલન કરી શકશે નહીં. ગામડાઓનો શહેરમાં ભેળવવાનો પણ માલધારીઓ રેલીમાં વિરોધ કરશે. માલધારીઓ માટે અલગ વસાહતો, માલધારીઓ પર ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ્દ કરવા સહિતની  માલધારીઓની માગણી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?