ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના અવાર નવાર બની રહી છે.. થોડા મહિનાઓ પહેલા ઓડિશા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ આવી અનેક દુર્ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.. દિબ્રુગઢ એક્સપ્રેસના ઘણાબધા કોચએ પાટા પરથી ઉતરી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે..
ટ્રેનના અનેક ડબ્બા પાટા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા
ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટા અધિકારીઓને અકસ્માતની જગ્યા પર પહોંચવા આદેશ આપી દીધા છે. હાલમાં પ્રાથમિક માહિતી એ આવી રહી છે, આ પેસેન્જર ટ્રેનના ઓછામાં ઓછા ૧૨ ડબ્બા પ્રભાવિત થયા છે એટલેકે પાટા પરથી ઉતરી ગયા છે. આ આખો એકસિડન્ટ ગોંડા - માનકપુરમાં થયો છે.
અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ
આ અકસ્માતમાં 2થી 3 લોકોના મોત અને લગભગ ૨૫ જણા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ટ્રેને ચંદીગઢથી આવી રહી હતી . રેલ્વે મિનિસ્ટ્રીએ તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબરો પણ શરુ કરી દીધા છે. તો આ તરફ આસામના MC હિમંતા બિસ્વા શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓ પણ આ આખી બચાવ કામગીરીને નજીકથી જોઈ રહ્યા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે.