ગુજરાતમાં મોટા આતંકી હુમલાનો પર્દાફાશ થયો છે. ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં આતંકવાદી હુમલાનું કાવતરૂ રચનારા આતંકીએ આ અંગે ઘટસ્ફોટ કર્યો છે. દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેલા ઈસ્લામિક સ્ટેટના આતંકી શાહનવાઝ આલમે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આતંકી શાહનવાઝે જણાવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) ગુજરાતમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. જેમાં આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો.
રાજ્યના ઘણા સ્થાનો ISISના નિશાના પર
ISISના આતંકીઓ બોમ્બ વિસ્ફોટોથી ગુજરાતમાં આતંક મચાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આતંકવાદીએ દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ગુજરાતના ઘણા શહેરો ISISના નિશાના પર છે. આ સાથે જ તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય કર્યો.શાહનવાઝે જણાવ્યું કે તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય કર્યો. આઈએસ જાણે છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે, તેથી તે મુખ્ય વિસ્તાર છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો.આતંકવાદી શાહનવાઝની દિલ્હી પોલીસે ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરી હતી. તેના માથા પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. શાહનવાઝે જણાવ્યું કે તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ હુમલા માટેનો નિર્ણય કર્યો હતો. ગાંધીનગરમાં આવેલા RSS અને VHPના કાર્યાલય પણ આતંકીઓના ટાર્ગેટ પર હતા.
રાજ્યની શાંતિ ભંગ કરવા રચ્યું ષડયંત્ર
આતંકી મોહમ્મદ શહનવાઝની પૂછપરછમાં તેણે દિલ્લી સ્પે.સેલના અધિકારીઓ સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ISના આતંકીઓ ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા અને અહીં બે દિવસ રોકાયા હતા. પ્રથમ દિવસે, તેમણે રેલ્વે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, રાજકીય નેતાઓના VIP માર્ગો/રસ્તા (જો કે, તેમને કોઈ નિર્ણાયક માર્ગ મળ્યો ન હતો), અટલ પદયાત્રી પુલ તેમજ ભીડવાળા બજાર સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. બોહરા સમુદાયની મસ્જિદ/દરગાહ, અમદાવાદમાં મઝાર/દરગાહ, સાબરમતી આશ્રમ જેવા સ્થળો આતંકવાદીઓના નિશાન હતા.શાહનવાઝે જણાવ્યું છે કે આતંકવાદીઓ હીરા બજાર અને સુરતની જિલ્લા અદાલતમાં ગયા હતા. મંદિર વિસ્તારો (ઇસ્કોન મંદિર પાસેના 7-8 મંદિરોનું ક્લસ્ટર) પણ લક્ષ્ય તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ વિસ્તારોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. તે જ સાંજ સુધીમાં તે ટ્રેનમાં મુંબઈ પાછો ફર્યો અને ત્યાંથી પુણે પાછો ફર્યો. બીજા દિવસે તેણે મુલાકાત લીધેલ તમામ વિસ્તારોની પીડીએફ/પીપીટી બનાવી અને રિપોર્ટ અબુ સુલેમાનને મોકલ્યો હતો. પૂછપરછ દરમિયાન હજું પણ મોટા ઘટસ્ફોટ થાય તેવું પોલીસનું માનવું છે.