ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો છે. ડેરા ઈસ્માઈલ જિલ્લાના દારાબા વિસ્તારમાં આત્મઘાતી હુમલામાં હુમલો થયો હતો. વિસ્ફોટકોથી ભરેલી કાર એક ઈમારત સાથે ટકરાવી દેતા બે ડઝનથી વધુ પાકિસ્તાન આર્મીના જવાનોના મોત થયા હતા. જ્યારે 34 જવાનો ઘાયલ થયા હતા. ડેરા ઈસ્માઈલ તહેરીક એ જેહાદ પાકિસ્તાન (TJP)આતંકીઓનો ગઢ છે, આ જિલ્લો ખૈબર પૂખ્તૂન્ખ્વાની નજીક છે.
Terrorist attack in Pakistan #RajasthanNewCM #Pakistan pic.twitter.com/PxESiQuHuO
— All about South Asia (@AllabSouthAsia) December 12, 2023
4 આતંકી થયા ઠાર
Terrorist attack in Pakistan #RajasthanNewCM #Pakistan pic.twitter.com/PxESiQuHuO
— All about South Asia (@AllabSouthAsia) December 12, 2023આતંકીઓએ એક પોલીસ સ્ટેશન અને આર્મી બેઝને નિશાન બનાવ્યા હતા, આ હુમલામાં 24 જવાનો મારા ગયા છે. સુરક્ષા દળોએ ફાયરિંગ દરમિયાન 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં આવ્યા હતા.
TJPએ કરાવ્યા હતા હુમલા
આ હુમલાની જવાબદારી તહેરીક એ જેહાદ પાકિસ્તાન(TJP)એ લીધી છે. આ સંગઠનના પ્રવકતા મુલ્લા મોહમ્મદ કાસિમે હુમલાની જવાબદારી લીધી હતી, પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આ જેહાદી સંગઠનનો હાથ રહ્યો છે. આ પ્રાંતમાં થયેલા વિવિધ આતંકી હુમલામાં 470 સુરક્ષાકર્મી અને નાગરિકોના મોત નિપજ્યા છે. ખૈબર પૂખ્તૂન્ખ્વામાં છેલ્લા એક વર્ષમાં 1050 આતંકી ઘટનાઓ થઈ છે.