ગુજરાતમાં ચૂંટણી પહેલા 23 IPS અધિકારીઓની કરાઈ બદલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 09:48:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા 23 IPS અધિકારીઓની બદલીનો આદેશ ગૃહવિભાગે બહાર પાડ્યો છે. રાજ્યમાં પોલીસ અધિકારાઓની ફેરબદલી ઉપરાંત અનેક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. ભાવનગરના એએસપી હસન સફીનને પ્રમોશન આપી અમદાવાદના ટ્રાફિક વિભાગના ડીસીપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત એડિશનલ DGP આર.બી.બ્રહ્યભટ્ટને CIDમાં જવાબદારી સોંપવામાં આવી છે. સુધા પાંડેની બદલી SRPF ગ્રુપ-13માં કરવામાં આવી છે. ઉષા રાડાને સુરત ઝોન-3ના DCP તરીકે બદલી કરવામાં આવી છે. આણંદના પોલીસ વડા તરીકે પ્રવિણકુમારની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત 82 DySpની પણ બદલી કરવામાં આવી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?