મુસાફરો બેસી જવાના મામલામાં મોટી કાર્યવાહી, ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને 2 કરોડથી વધુનો દંડ


  • Published By :
  • Published Date : 2024-01-18 14:10:12

મુંબઈ એરપોર્ટના 'ટાર્મેક' પર બેઠેલા મુસાફરો સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો પર 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મુંબઈ એરપોર્ટ પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો વાયરલ થયો છે. મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનની પાસે બેસીને પેસેન્જરો ભોજન ખાઈ રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ મુંબઈ એરપોર્ટ અને ઈન્ડિગોને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. 


પેસેન્જરોનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી


ગત રવિવારે ગોવા-દિલ્હીની ફ્લાઈટને લાંબા વિલંબ અને પ્લેનના ડાયવર્ઝન બાદ મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી. આ પછી યાત્રીઓ પ્લેનમાંથી બહાર આવીને ટાર્મેક પર બેસી ગયા અને ઘણા મુસાફરો ત્યાં બેસીને ભોજન લેતા પણ જોવા મળ્યા હતા. DGCAએ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ પર 30-30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. એવિએશન રેગ્યુલેટરે મુંબઈ એરપોર્ટ પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ રીતે મુંબઈ એરપોર્ટ પર કુલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટાર્મેક પર બેઠેલા મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને ગંભીરતાથી લીધો હતો. સોમવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે તેમણે મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મંગળવારે સવારે, BCAS એ IndiGo અને MIALને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ બંને પરિસ્થિતિની અપેક્ષા રાખવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ બનાવવા માટે સક્રિય ન હતા.


DGCAએ શું કહ્યું?


આ સમગ્ર મામલે DGCAએ કહ્યું કે મુંબઈ એરપોર્ટે 17 જાન્યુઆરીએ કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો હતો પરંતુ તે સંતોષકારક જણાયો નહોંતો. એરપોર્ટના જવાબ પરથી એ સ્પષ્ટ થાય છે કે તે એર સેફ્ટી સરક્યુલરનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીઆઈએસએફની ક્વિક રિસ્પોન્સ ટીમની સાથે મુસાફરોને સલામત ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડિગોનું કહેવું છે કે તેણે આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે અને પ્રોટોકોલ મુજબ નોટિસનો જવાબ આપશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...