ભારતીય ફાર્મા કંપનીના કફ સિરપથી 66 બાળકોના મોત થયા તે મુદ્દે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ભારતીય કંપનીના કફ સિરપથી બાળકોના મોત થયા હોવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આ પછી મેઇડન ફાર્માએ પણ નિવેદન જાહેર કર્યું છે.
Gambia has not yet confirmed that toxic cough syrup was the cause of the deaths of 70 children from acute kidney injury, a representative of the country's Medicines Control Agency said on Monday: Reuters https://t.co/93LSqREUMK
— ANI (@ANI) November 2, 2022
ભારતીય કંપની મેઇડન ફાર્માએ નિવેદન જારી કર્યું
Gambia has not yet confirmed that toxic cough syrup was the cause of the deaths of 70 children from acute kidney injury, a representative of the country's Medicines Control Agency said on Monday: Reuters https://t.co/93LSqREUMK
— ANI (@ANI) November 2, 2022મેઇડન ફાર્માએ પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે ધ ગામ્બિયાએ હજુ સુધી બાળકોના મૃત્યુનું કારણ શું હતું તેની પુષ્ટિ કરી નથી. WHO દ્વારા મેઇડન ફાર્મા કંપનીના ત્રણ કફ સિરપ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જ કંપનીના કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા હતા. જોકે, હવે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ કહ્યું છે કે કફ સિરપથી બાળકોમાં કિડનીને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ નથી.
મેઇડન ફાર્માએ ઘણી બધી બાબતો જણાવી છે. કંપનીએ કહ્યું કે તે સ્થાનિક બજારમાં કંઈ પણ વેચી રહી નથી. આ સિવાય તે તેનો કાચો માલ પ્રમાણિત અને પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી જ ખરીદે છે. કંપનીએ કહ્યું કે સીડીએસસીઓના અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ટેસ્ટ માટે દવાઓના સેમ્પલ એકત્ર કર્યા હતા. કંપની તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
સમગ્ર મામલો શું હતો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ હતું કે, તે મેડ ઇન ઇન્ડિયા કફ સીરપની તપાસ કરી રહ્યુ છે. આ કફ સીરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકોના મોત નીપજ્યા છે. એવું કહેવાઈ રહ્યુ છે કે, ભારતની મેડેન ફાર્માસ્યૂટિકલ્સ કંપનીએ ચાર કફ એન્ડ કોલ્ડ સીરપ બનાવ્યા હતા. તેનાથી જ આ મોત થઈ છે.WHOએ ટ્વીટ કર્યુ હતુ કે, WHOએ મેડિકલ પ્રોડક્ટને લઈને એલર્ટ જાહેર કર્યુ હતું. આ એલર્ટ ગામ્બિયામાંથી મળેલી 4 દૂષિત દવાઓને લઈને જાહેર કરવામાં આવ્યું હતુ. તેનો સંબંધ કિડનીની ગંભીર બીમારી અને 66 બાળકોના મોત સાથે હોય. યુવાન જીવનું મોત થું તે તેમના પરિવાર પર આભ ફાટ્યાં જેવું છે.