Mahisagar : બાબલીયા ડિટવાસ હાઇવે પર ગાડી અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, થયા બે લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 17:50:27

અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે.. એક વ્યક્તિના ભૂલની સજા બીજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.


કાર અને બાઈક વચ્ચે થઈ ટક્કર 

પ્રતિદિન અકસ્માતના અનેક બનાવો આપણી સામે આવતા હોય છે.. અનેક અકસ્માત એટલા બધા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે.. રસ્તા પર અનેક લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા દેખાય છે.. કોઈ વખત સ્પીડ એટલી બધી હોય છે કે બ્રેક મારવી પણ અશક્ય હોય છે.. કોઈ વખત અચાનક કોઈ વ્યક્તિ સામે આવી જતી હોય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ જતો રહેતો હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે..


બે લોકોના થયા મોત  

ત્યારે મહીસાગરથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ગાડી અને બાઈક વચ્ચે ટક્કર થઈ છે અને ઘટનામાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે.. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે. બાબલીયા ડિટવાસ હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો અને બે લોકો કાળનો કોળિયો બની ગયા. મહત્વનું છે કે અકસ્માતના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે..  



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...