Mahisagar Rape case : ગુરૂ શિષ્યાના સંબંધોને કલંકિત કરનાર આચાર્યને પોલીસે ઝડપી પાડ્યો, વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-16 13:27:00

આપણે ત્યાં શિક્ષકને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષકને આપણે ભગવાનનો દરજ્જો પણ આપતા હોઈએ છીએ પરંતુ અનેક શિક્ષકો આ પદને કલંકિત કરતા હોય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં શિક્ષકો પોતાના હવસનો શિકાર વિદ્યાર્થિનીઓને બનાવતા હોય છે. તાજેતરમાં જ મહીસાગરમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 52 વર્ષના આચાર્ચે વિદ્યાર્થિનીને પીંખા નાખી હતી. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં આવા કલંકિત આચાર્યને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આચાર્યની ધરપકડ કરી લીધી છે. વડોદરાથી આ આચાર્યને ઝડપી પાડવામાં આવ્યો છે.    

આચાર્ચે વિદ્યાર્થિની પર બગાડી નજર 

ગુરૂ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં ગુરૂને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એ પવિત્ર સંબંધોને કલંકિત કરતી અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. શિક્ષકો વિદ્યાર્થિનીઓને હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે મહીસાગરથી આવેલો એક કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે જેમાં આચાર્યે પોતાની દીકરીની ઉંમરની છોકરીને હવસનો શિકાર બનાવ્યો છે. સંતરામપુરના જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે 17 વર્ષેની વિદ્યાર્થીની પર કર્યું દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થીની પોતાની ખરીદી કરવા માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ય રાજેશ પટેલે કીધું કે "બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે" તેમ કહી ઘરે લઈ ગયો હતો બાદમાં આચાર્યની નજર બાળા પર બગડી હતી અને હવસખોર આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 


વડોદરાથી ઝડપાયો હવસખોર આચાર્ય

વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ થતા વિદ્યાર્થીનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર ગણતરીના કલાકો અંદર જ પોલીસે આ હવસખોર આચાર્યને ઝડપી પાડ્યો છે. પોલીસ શોધખોળ કરી રહી હતી અને આચાર્યને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગુજરાતને એક સમયે મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન માનવામાં આવતું હતું.  મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. મહિલાઓ પોતાના ઓળખીતાના જ હવસનો શિકાર બનતી હોય છે તેવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?