રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ નજીક જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબકતા 8 લોકોના મોત અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
મહિસાગરમાં લગ્નનો માહોલ શોકમાં ફેરવાયો છે. પાઘડી લઈને જઈ રહેલો લોડિંગ ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં 30થી વધુ લોકો સવાર હતા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે, આ ટેમ્પો ગઠાથી સાત તળાવ જતો હતો. અકસ્માત બાદ ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 14થી વધારે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ 108ની 4 ટીમોએ પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.