વાહ રે પોલીસ! ચલણી નોટોના કેસમાં ફરાર ગુનેગારને મહીસાગર SOGએ અંબાજીના પદયાત્રીઓનો સ્વાંગ રચીને ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-24 18:11:41

પોલીસને ગુનેગારોને પકડવા માટે અનેક પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. મહીસાગર SOG એ અંબાજીના પદયાત્રી બનીને એક આરોપીને પકડી પાડ્તા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી SOG પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ ઉઠાવીને ફરાર થાય એ પહેલા જ ઝડપી લીધો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


મહીસાગર SOG પોલીસ ને બાતમી મળી હતી કે  મળી કે આરોપી અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યો છે. બાતમીના આધારે મહીસાગર SOG પોલીસે વોચ ગોઠવી હતી. આરોપીનું લોકેશન ખેડબ્રહ્મા આસપાસ હોવાને લઈ વર્ણન મુજબના આરોપીની ઓળખ કરીને પોલીસ અંબાજી યાત્રાળુ બનીને પગપાળા સંઘમાં ચાલવા લાગી હતી. LCB PI એસએમ ખાંટે આ અંગેની વિગતો મીડિયાને આપી હતી. પોલીસ જવાનોએ ગળામાં અંબાજી પદયાત્રીઓ જેવા ખેસ સહિત ભક્તિમય વેશ ધારણ કરીને જય અંબેના નાદ સાથે પગપાળા ચાલવા લાગ્યા હતા. અંતે  આરોપી સાથે સંઘ મા 5 કીમી ચાલી સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ઝડપી પડ્યો હતો. આરોપીની ચાલાકીને જાણતા પોલીસ કર્મીઓએ સૂઝબૂઝ સાથે ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો. આરોપી છેલ્લાં 1 વર્ષ થી ચલણી નોટોના કેસમા નાસતો-ફરતો હતો. અંતે પોલીસને તેને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...