મહીસાગરના બાકોરમાં સગીરા પર દુષ્કર્મ, સગીરાની હાલત ગંભીર, પોલીસે નરાધમની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-25 22:14:29

મહીસાગર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહીસાગરના ખાનપુર તાલુકાના એક ગામમાં સગીરા પર એક ઈસમે એકાંતનો લાભ લઈ બળાત્કાર  ગુજારતા અરેરાટી મચી ગઈ છે.  જંગલમાં જઈ રહેલી સગીરા પર દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે બાકોર પોલીસે બાતમીના આધારે તે શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સગીરાની હાલત ગંભીર


મહીસાગરમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાને તાત્કાલિક 108 મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે મળતી માહિતી મુજબ હાલ બળાત્કાર પિડિતા સગીરાની હાલત ચિંતાજનક છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?