Mahisagar : 70 વર્ષના દાદી પર હેવાને બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ મહિલા અને વૃદ્ધોને આપશે સુરક્ષા, શી ટીમની કરાશે રચના..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-27 13:05:40

ગઈકાલે એક સમાચાર મહીસાગરથી સામે આવ્યા. એ સમાચાર એવા હતા જે વાંચીને રૂંવાડા ઉભા થઈ જાય. 30 વર્ષના યુવકે 70 વર્ષના દાદી પર બળાત્કાર આચર્યો, તેમના ગુપ્તાંગમાં બચકા ભર્યા. તેમની હાલત એટલી ખરાબ છે કે તેમને હોસ્પિટલ ખસેડાયા. જે આરોપીએ આ કૃત્ય આચર્યું તેનું નામ જયંતી બામણીયા  છે અને તેની પર અનેક ગુન્હાઓ દાખલ છે. તેના વિરૂદ્ધ પોસ્કો એક્ટ પણ લાગેલો છે. પોલીસની કામગીરી પર તો પ્રશ્ન થાય કે પોલીસ મહિલાઓને સુરક્ષા આપવામાં નાપાસ થયા... પરંતુ આ ઘટના બાદ પોલીસે એક સરાહનીય કદમ ઉઠાવ્યો છે. મહીસાગર જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધો અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે શી ટીમની રચના કરવામાં આવશે. 

મહિલાઓ તેમજ વૃદ્ધોને સુરક્ષા આપવા માટે પોલીસે કરી વ્યવસ્થા    

મહીસાગર પોલીસ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોને તેમજ મહિલાઓને સુરક્ષા આપવા માટે શી ટીમની રચના કરવામાં આવી છે. જિલ્લામાં એકલા રહેતા વૃદ્ધ અને મહિલાને પોલિસ મથકમાં પોતાની વિગતો આપવાની રહેશે. જિલ્લામાં વૃદ્ધ અને મહિલા માટે જિલ્લા પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લેવામા આવેલા નિર્ણયને કારણે આ ઘટના બાદ મહિલાઓમાં તેમજ વૃદ્ધોમાં વ્યાપી ઉઠેલો ભય થોડો ઓછો થશે.. તેમને વિશ્વાસ આવશે કે પોલીસ તેમની સાથે છે, તેમની સુરક્ષા માટે પોલીસ છે...    


જ્યારે ઘટના સામે આવી ત્યારે પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થાય.. 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. બળાત્કારની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માસુમ બાળકીઓને હવસનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર આચર્યો છે. આખી ઘટના વાંચ્યા પછી પોલીસની કામગીરી પર ગુસ્સો આવ્યો, જેમની પર લોકોની સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી છે તે પોતાની ફરજથી ચૂક્યા તે બધા વિચારો આવ્યા! પોલીસ એવી ચાર્જશીટ કેમ દાખલ નથી કરતી કે આવા ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીને કડકમાં કડક સાજા થાય... આવા આરોપી જેલમાંથી બહાર આવે અને પછી કાનૂનને કચડચો હોય, સિસ્ટમ પર અટ્ટહાસ્ય કરતો હોય એમ વૃદ્ધા પર બળાત્કાર ગુજારે. 


આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે ઉઠી માગ 

આ મામલે જ્યારે આ કેસને સંભાળી રહેલા પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચાર્જશીટ તો એવી જ બનાવવામાં આવે છે કે આરોપીને કડકમાં કડક સજા થાય. પરંતુ સમય જતા પીડિતા, સાક્ષી દ્વારા સ્ટેટમેન્ટ ચેન્જ કરી દેવામાં આવે છે જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે... આ ઘટના બાદ લોકોએ બોલવાની હિંમત કરી છે. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. આ કેસમાં આગળ શું થાય છે સમય બતાવશે પરંતુ આ ઘટના બાદ પોલીસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય સરાહનીય છે.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?