Mahisagar: સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો, ફોટાના આધારે પોલીસે શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 14:29:02

આપણે ત્યાં બાળકોને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકોને ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે. પરંતુ સમાજમાં અનેક લોકો એવા હોય છે બાળકોને ત્યજી દે છે. અનેક વખત માસુમ બાળકો ત્યજેલી હાલતમાં જોવા મળતા હોય છે. કોઈ વખત કચરાપેટીમાંથી તો કોઈ વખત રસ્તા પરથી ત્યજેલા બાળકો મળી આવે છે. ત્યારે આવો જ એક ત્યજેલા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે સંતરામપુરના ખેડાપા ગામના હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ આધારે આગળની તપાસ શરૂ કરી છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો    

અનેક વખત નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અંગત કારણોસર અનેક વખત આવું પગલું ઉઠાવવામાં આવતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ત્યજેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બાળકના ફોટો વાયરલ થતાં જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બાળક કોનું છે, કયા કારણોસર આવું પગલું ઉઠાવવામાં આવ્યું તે અંગે પોલીસવાળા તપાસ કરવામાં આવી રહી છે. આ ફોટો સંતરામપુરના ખેડાપા ગામનો હોવાનો માનવામાં આવી રહ્યું છે. વાયરલ ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 


પોલીસે આ મામલે શરૂ કરી તપાસ 

આ મામલે તપાસ કરતા કરતા પોલીસ જ્યારે તે સ્થળ પર પહોંચી હતી ત્યારે જાણવા મળ્યું કે બાળકની દફનવિધી કરી દેવામાં આવ્યું છે. એવું પણ સામે આવ્યું હતું કે બાળકની દફનવિધી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. ત્યારે આ મામલે તપાસ કરવા માટે પોલીસે બાળકના શવને બહાર કાઢ્યો છે . માર્ગ પર બાળકને કોણ મૂકી ગયું, બાળકને કોણે ત્યજ્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવજાત શિશુને ત્યજી દેવા બાબતે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ સામે આવે છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...