મહીસાગર જિલ્લામાં આવેલા આદિવાસી સમાજની આસ્થાના પ્રતિક એવા માનગઢ હીલ ખાતે આદિવાસી નેતા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતમાં માગશર પૂનમના દિવસે આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલી આપવા માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સૌ પ્રથમ વખત માનગઢ પરિક્રમા કરવામાં આવી
માનગઢ ક્રાંતિનાં મહાનાયક આદિવાસીઓના ભેરુ અને સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા એવા ગોવિંદ ગુરુ તેમજ 1507 જેટલાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માનગઢની પરિક્રમા પણ સોપ્રથમ વાર કરવામાં આવી હતી
માનગઢ ક્રાંતિના મહાનાયકોને લોકોએ કર્યા યાદ
આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લા પ્રભારી મંત્રી બચું ખાબડ, મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષા બેન સુથાર, જિલ્લા કલેકટર, અધિક કલેકટર, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજસ્થાન અને ગુજરાતના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુ તેમજ શહીદોને યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.