રાજ્યમાં થર્ટી ફર્સ્ટ અગાઉ બુટલેગરો સક્રિય બન્યા છે, રાજ્યમાં શોખિન લોકો દારૂ પીને વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરતા હોવાથી ડિસેમ્બર મહિનામાં દારૂની ડિમાન્ડ વધી જાય છે. હવે ડિમાન્ડ પૂરી કરવા માટે બુટલેગરો રાજ્યમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે નિતનવા રસ્તા અપનાવતા રહે છે. જેમ હવે દારૂની તસ્કરી માટે એસટી વિભાગની બસોનો ઉપયોગ પણ થતો હોવાનું સામે આવ્યું છે. એસટી વિભાગના કર્મચારીઓ બૂટલેગરની ભૂમિકામાં ભજવતા હોય તેમ મહીસાગરમાં પોલીસે એસ.ટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
83,280 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત
સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સંતરામપુરના હરસિધ્ધિ મંદિર પાસે એસ ટી બસ ઉભી રખાવીને ચેકિંગ કરતા સ્કૂલ બેગમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે 8 શખ્સોની પણ ધરપકડ કરી હતી, આરોપીઓ વિદ્યાર્થી બનીને દારૂની તસ્કરી કરતા હતા. પોલીસે 8 આરોપીઓ પાસેથી મોબાઈલ સહિત 83,280 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.