દારૂબંધી છે ગુજરાતમાં જ્યારે આ વાત સાંભળતા હશો ત્યારે તમારી સામે અનેક એવા દ્રશ્યો સામે આવી જતા હશે જે આ દાવાને પોકળ સાબિત કરતા હોય છે. એક બે નહીં એવા અનેકો કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદાને વખોડી નાખે છે. દારૂબંધીના અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસો ઢિંચેલી હાલતમાં જોવા મળતા હોય છે. અનેક કિસ્સાઓમાં શિક્ષકો પણ રાજાપાઠની હાલતમાં દેખાતા હોય છે. સરકારી અધિકારીઓને પણ તમે નશાની હાલતમાં જોયા હશે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાત અનેક વખત કરવામાં આવે છે. ત્યારે વધુ એક દારૂબંધીના કાયદાને તમાચો મારતો એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીનો છે.
દારૂબંધીને પોકળ સાબિત કરતા અનેક વીડિયો આપણી સામે છે
જ્યારે વીજને લઈ કોઈ સમસ્યા હોય ત્યારે તેના નિવારણ માટે હેલ્પલાઈન નંબર આપવામાં આવે છે. વીજની સમસ્યાને લઈ એક ગ્રાહકે ફોન કર્યો ત્યારે ત્યાં હાજર કર્મચારીએ ફોન પર કીધું કે તે દારૂ પીવે છે એટલે તું મગજમારી ન કરીશ. નશામાં ધૂત કર્મચારીએ એટલી બધી ગાળો બોલી કે અડધા ઉપરનો ઓડિયોમાં બીપ બીપ સાંભળવું પડશે. આ ઓડિયો સંભળાવવા પાછળનું કારણ એ છે કે આવા ઓડિયો, આવા વીડિયોઝ ગુજરાતની વાસ્તવિક્તાને ઉજાગર કરે છે.
સરકારી અધિકારી જ્યારે નશાની હાલતમાં ભાન ભૂલે ત્યારે
ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેટલો થાય છે તે વાતનો સાક્ષી છે આ ઓડિયો. થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ દારૂબંધીની વાસ્તવિક્તા શું છે તે જાહેર સભામાં જણાવ્યું હતું. પોલીસ પર તેમણે આરોપ લગાવ્યો હતો. ત્યારે ભાજપના જ નેતાએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં તો દારૂબંધીનો તો અદ્ભૂત અમલ થાય છે. પરંતુ વારંવાર સામે આવતા આવા દ્રશ્યો, આવા ઓડિયો ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિક્તાની પોલ ખોલી દેતા હોય છે. સરકારનો પગાર લેનાર સરકારી અધિકારી, સરકારી કચેરીમાં જ્યારે નશાની હાલતમાં જોવા મળે છે ત્યારે સમજવું કે આ દારૂ આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે. આ વીડિયો ગુજરાતની દારૂબંધીને સમર્પિત છે.