માતરથી ટિકિટ મળતા મહિપતસિંહ ચૌહાણને કરવો પડ્યો વિરોધનો સામનો, AAPના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-04 17:10:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જ્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. નવમું લિસ્ટ જાહેર કરી આપે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટિકિટ ફાળવણીને લઈ આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે. માતર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. મહિપતસિંહને ટિકિટ આપવાને કારણે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 



ખેડા જિલ્લાની માતર બેઠક પરથી આપના ઉમેદવાર છે મહિપતસિંહ ચૌહાણ   

ચૂંટણીની તારીખો ભલે હમણાં જાહેર કરવામાં આવી છે પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ ઘણાં પહેલા જાહેર કરી દીધા છે. તબક્કાવાર નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ માતરથી મહિપતસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે જે બાદ પાર્ટીના નિર્ણયનો વિરોધ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહિપતસિંહે પક્ષમાંથી એક સમયે રાજીનામું આપી દીધું હતું અને તે બાદ પણ તેમને ટિકિટ અપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. 


મહિપતસિંહનો વિરોધ કરવા એકઠા થયેલા AAPના કાર્યકરો.

મહિપતસિંહને ટિકિટ અપાતા કાર્યકરોએ કર્યો વિરોધ 

આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા બેઠક માટે મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું હતું. પરંતુ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે અંગે તેમને પણ જાણ ન હતી. તો બીજી તરફ માતર બેઠક માટે તેમની પસંદગી કરવામાં આવતા ખેડા જિલ્લાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિપતસિંહે એક વખત પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. એક સમયે પાર્ટીને અલવિદા કહેનારને ટિકિટ આપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોતાનો વિરોધ નોંધાવતા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત તમામ કાર્યકરોએ આપમાંથી રાજીનામું આપી નવો પક્ષ રચવાની ચિમક્કી પણ આપવામાં આવી હતી. 

Mahipatsinh chauhan | Facebook

કોઈ પણ પાર્ટી હોય, આંતરિક વિખવાદ તો હોય જ છે  

ટિકિટ ફાળવણી દરમિયાન પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવતા હોય છે. કોઈ પણ પાર્ટી હોય ટિકિટ વહેંચણીના સમયે પાર્ટીના સભ્યો વચ્ચે મનમોટાવ થઈ જતો હોય છે. આપમાંથી આવા ડખા સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આવા આંતરિક વિખવાદ ભાજપ અને કોંગ્રેસમાંથી પણ આવે તો નવાઈ નહીં.     



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.