કાશ્મીરના કુલગામમાં શહીદ થયેલા મહિપાલસિંહ વાળાના આજે અમદાવાદમાં થશે અંતિમ સંસ્કાર, વિરાટનગરમાં શોકની લાગણી ફેલાઈ


  • Published By :
  • Published Date : 2023-08-06 14:43:43

જમ્મુ કાશ્મીરના કુલગામમાં શહીદ થયેલા અમદાવાદના મહિપાલસિંહ પ્રવિણ સિંહ વાળાના નશ્વર દેહને આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. આજે શહીદ સૈનિક મહિપાલ સિંહની અંતિમ યાત્રા અમદાવાદના ઓઢવ વિસ્તાર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળીને વિરાટનગર વોર્ડના લીલાનગર સ્મશાન ખાતે પહોંચશે, જ્યાં રાષ્ટ્રીય સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. વીર શહીદની લીલાનગર સ્મશાન ગૃહ સુધીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. મહિપાલસિંહ વાળાના પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી થોડા દિવસોમાં જ તેઓ પિતા બનવાના હતા પણ સંતાનનો ચહેરો જુએ તે પહેલા જ તેઓ દેશ માટે શહીદ થઈ ગયા. મહિપાલસિંહ વાળા પાંચ વર્ષ પહેલા જ ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા.


વિરાટનગરમાં નિકળશે અંતિમ યાત્રા

 

શહીદ મહિપાલસિંહનો મૃતદેહ આજે રવિવાર સાંજે 4.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. એરપોર્ટથી વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે વિરાટનગર રોડથી લીલાનગર સ્મશાન સુધી તેમની અંતિમયાત્રા નીકળશે. ત્યારે ઠેર-ઠેર શહીદ જવાનના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.  


પરિવાર શોકમગ્ન, પત્ની હોસ્પિટલમાં દાખલ


મહિપાલસિંહ શહીદ થયાના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.. શહીદ સૈનિકના પત્ની હાલ ગર્ભવતી છે અને ડોક્ટરોએ તેમને 14 ઓગસ્ટની ડિલિવરીની તારીખ આપી છે. પતિ શહીદ થયાના સમાચાર સાંભળતા પત્નીની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...