ભાવનગરની માહી ડેરીના દૂધનાં સેમ્પલ લેબમાં ફેલ, ડેરી સામે ફોજદારી ગુનો દાખલ, દુધ વિક્રેતાઓમાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-10-10 20:55:54

જીવન જરૂરીયાતની ખાદ્યચીજોના પુરતા ભાવ આપવા છતાં પણ યોગ્ય ગુણવત્તાની વસ્તુ મળતી નથી. ભાવનગરના લોકો માટે માહી ડેરીના દૂધથી જ સવારની ચા બને છે. જો કે હવે તે દુધનો ઉપયોગ કરતા બે વખત વિચારવું પડશે. કેન્દ્ર સરકરાની લેબના રિપોર્ટમાં  માહી ડેરીના દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સિનનું પ્રમાણ મળ્યું છે. આલ્ફા ટોક્સિનની વધુ માત્રા આરોગ્ય માટે હાનિકારક ગણાય છે. આ રિપોર્ટ બાદ સિનિયર ફૂડ સેફટી અધિકારી દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરની એકમાત્ર ડેરી છે કે જ્યાંથી ભાવનગરમાં ઉત્પાદિત દૂધનો સપ્લાય કરવામાં આવતો હોય છે. ભાવનગરની એકમાત્ર સૌથી મોટી માહી પ્રોસેસિંગ યુનિટના દૂધના નમૂના ફેલ થતાં દુધની ડેરીઓ અને વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


માહી ડેરીની બેદરકારી કઈ રીતે પકડાઈ?


માહી ડેરીમાંથી સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા નમુનાની લેબ કરવામાં આવતી જે લેબમાં નમૂનામાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, બાદ માહી ડેરી દ્વારા રિપોર્ટને ચેલેન્જ કરતા રિપોર્ટ કેન્દ્રની સરકારી લેબમાં કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ માં આરોગ્ય માટે ગંભીર બાબત ગણી શકાય તેમાં નમૂનામાં આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં મળી આવી હતી. આ રિપોર્ટ બાદ સિનિયર ફૂડ સેફટી અધિકારી દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરની એકમાત્ર ડેરી છે કે જ્યાંથી પુરા ભાવનગરમાં મેન્યુફેક્ચરિંગ કરીને દૂધનું સપ્લાય કરવામાં આવતું હોય છે. 


માત્ર એક દાયકામાં પ્રગતિની હરણફાળ?


ગુજરાતની પ્રથમ નવી પેઢીની એકમાત્ર દૂધ ઉત્પાદક કંપની(એમપીસી) માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની કે જે લગભગ એક દાયકા પહેલા નવી પેઢીના સહકારી સંકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી હતી તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. માહી એમપીસી જેની કામગીરી હમણાં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી પરંતુ હવે માહી ડેરી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધારવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. સમગ્ર રાજ્યના નાના નાના ગામડાઓ સુધી પહોંચવાની સાથે વાર્ષિક ટર્નઓવર રૂ. 1700 કરોડને પાર લઈ જવાનો લક્ષ્યાંક માહી ડેરીએ જાહેર કર્યો છે. માહી ડેરી ભારતના 18 ઓપરેશનલ મિલ્ક પ્રોડ્યુસર કંપનીમાંથી એક છે કે જેની માર્ચ 2013 માં વ્યાપારી કામગીરી શરૂ કરાઈ હતી.હાલમાં માહી ડેરી જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર પંથક, દેવભૂમિ દ્રારકા સહિત 11 જિલ્લાના 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641  સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022માં માહી ડેરીએ તેની ઘી બ્રાન્ડ – ગીર અમૃત – તેના પ્રવાહી દૂધ, દહીં, છાશ, પનીર, શ્રીખંડના ઉત્પાદન પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો રજૂ કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?