Mahesana : પહેલા Nitin Patelનો ગુસ્સો હવે ધારાસભ્ય કરસન સોલંકીના વળતા પ્રહાર, નીતિન કાકા પર કરસન કાકા બગડ્યા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 10:12:07

રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. એમાં પણ સત્તાધારી પક્ષમાં રહેલા નેતા જો નિવેદન આપે તો વાત જ શું કરવી.. થોડા દિવસોથી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. નીતિન પટેલે જાહેર મંચ પરથી બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. મનમાં ભરેલી વાત જાણે બહાર આવી ગઈ હોય તે પ્રકારનું તેમનું નિવેદન હતું. નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્યએ જણાવ્યું કે હું નીતિનભાઈને પગે લાગુ છું, પરંતુ તે મારી સામે જોતા નથી. આથી મેં પણ બોલવાનું બંધ કરી દીધું છે. મેં કોઈને શિખામણ નથી આપી. 

કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા!

લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ભાજપમાં સંગઠન મજબૂત છે તે વાતને નકારી ના શકાય પરંતુ તે સંગઠનમાં જૂથવાદ પણ છે તેનો પણ સ્વીકાર કરવો પડશે! ભાજપમાં ચાલતા જૂથવાદને લઈ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને તે પણ જાહેર મંચ પરથી. નીતિન કાકાએ બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. ત્યારે નીતિન પટેલના નિવેદનને લઈ ઘમાસાણ છેડાઈ ગયું છે. કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. 


કરસન સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે.... 

નિવેદન આપતા કરસન સોલંકીએ કહ્યું કે નીતિન પટેલ મને બોલાવતા નથી. બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. બે જૂથ પડ્યા એવું મને દેખાતું નથી, એવું હોય તો નીતિનભાઈ જાણે...નીતિનભાઈ જાણતા હોય બે જૂથ પડ્યા તો એમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી. અમે તો રજૂઆત કરી હતી કે પાલિકામાં બેન ચાલે જ નહીં પ્રમુખમાં. મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો. કરસન સોલંકી નિવેદન આપતા અનેક વાતો કહી છે. 


શું કહ્યું હતું ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે? 

નીતિન પટેલે કડીમાં આયોજીત કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. નેતાઓ વચ્ચે ચાલતા વાક્યુદ્ધ પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?