કેપ્ટન કુલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં રજાઓ માણી રહ્યા છે, ધોની નવા વર્ષની ઉજવણી કરવા માટે દુબઈ પહોંચ્યા છે. જ્યાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત પણ તેની સાથે ન્યૂ યરની ઉજવણીની મજા માણી હતી. આ દરમિયાન ધોનીની તસવીરો અને વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે 'હુક્કો' પીતો જોવા મળી રહ્યો છે. ધોનીને મોઢામાંથી ધૂમાડા કાઢતો તેના ચાહકોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. ધોનીનો આ વીડિયો જોઈને ચાહકો પણ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Herbal shisha hay! It's good for health and contains no tobacco ????????
Stop trolling MS Dhoni! He's a legend. Rival fans should stay away from Mahi ❌ pic.twitter.com/F1SjaEY7ya
— Farid Khan (@_FaridKhan) January 6, 2024
ધૂમાડાના ગોટા કાઢતો માહીનો વીડિયો વાયરલ
Herbal shisha hay! It's good for health and contains no tobacco ????????
Stop trolling MS Dhoni! He's a legend. Rival fans should stay away from Mahi ❌ pic.twitter.com/F1SjaEY7ya
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હુક્કો પીતો વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયો પર તહેલકો મચી ગયો છે. આ વીડિયોમાં ધોની તેના મોંમાંથી ધૂમાડાના ગોટા કાઢતો દેખાય છે. આ વીડિયોમાં ધોની કોઈ પાર્ટીમાં હોય તેવું લાગી રહ્યું છે. ધોની જ્યાં ધૂમ્રપાન કરી રહ્યો છે ત્યાં બીજા ઘણા લોકો પણ હાજર છે. માહીએ ફોર્મલ કોટ અને પેન્ટ પહેર્યા છે. વીડિયોમાં ધોની કેટલાક લોકો સાથે ઉભો રહી વાત કરી રહ્યો છે.માહી લાંબા વાળ સાથે અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા પૂર્વ વિકેટ કીપર માહીનો આ વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.
ધોની 2024માં છેલ્લી IPL મેચ રમશે
ગયા વર્ષે રમાયેલી IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ટાઈટલ જીત્યું હતું. ધોનીની કેપ્ટન્સીમાં CSK ટીમ 2023માં પાંચમી વખત IPL ચેમ્પિયન બની હતી. ધોનીએ આખી સિઝનમાં ટીમ માટે કેટલીક શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ રમી હતી, જેણે ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. એમએસ ધોનીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 250 આઈપીએલ મેચ રમી છે, 218 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 38.79ની એવરેજ અને 135.92ની સ્ટ્રાઈક રેટથી 5082 રન બનાવ્યા છે. આ દરમિયાન ચેન્નાઈના કેપ્ટને 24 અડધી સદી ફટકારી છે. ધોની 2024માં ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે, જો કે ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.