મહેન્દ્રસિંહ ધોની રોકસ્ટાર લૂકમાં દેખાયા! ચેન્નઈ સુપરકિંગે શેર કર્યો માહીની મસ્તીનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-03-16 13:04:25

31 માર્ચથી આઈપીએલની શરૂઆત થવાની છે. પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ વચ્ચે રમાવાની છે. મેચ પ્રેક્ટિસના અનેક વીડિયો સામે આવતા હોય છે પરંતુ મહેન્દ્ર સિંહ ઘોનીનો ગિટાર વગાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચેન્નઈ સુપરકિંગ ટીમના ઓફિશિયલ અકાઉન્ટ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો રોકસ્ટાર અંદાજ જોવા મળ્યો હતો.

  

ચાહકોને પસંદ આવી રહ્યો છે રોકસ્ટાર લૂક!

સોશિયલ મીડિયા પર અનેક ખેલાડીઓના મસ્તી કરતા વીડિયો  સામે આવતા હોય છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીનો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં માહીના હાથમાં ગિટાર દેખાઈ રહ્યું છે. વીડિયોમાં ધોની સિવાય ટીમના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે તેમજ દીપક ચાહર રિલેક્સ મોડમાં દેખાઈ રહ્યા છે. ધોની સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

        

      

પ્રેક્ટિસના પણ  અનેક વીડિયો આવ્યા છે સામે   

મેચને લઈ ચેન્નઈ સુપરકિંગની ટીમ ચેન્નઈ પહોંચી ગઈ છે. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ખેલાડીઓ મેચ પ્રેક્ટિસ કરી રહી રહ્યા છે. પ્રેક્ટિસ સમયના અનેક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. એક વીડિયોમાં પ્રેક્ટિસ દરમિયાન જોરદાર શોટ ફટકારતા જોવા મળ્યા હતા. મહેન્દ્રસિંહના મસ્તીનો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. મહત્વનું છે કે રવિન્દ્ર જાડેજાને ટીમની કમાન સોંપવામાં આવી હતી પરંતુ તેમણે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને જે બાદ ફરી એક વખત ચેન્નઈ સુપરકિંગની કમાન મહેન્દ્રસિંહે સંભાળી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે