શાળા સંચાલકો સાથે તોડ કરતો મહેન્દ્ર પટેલ ઝડપાયો, CID ક્રાઈમે એક કરોડથી વધુની રોકડ અને ફાઈલો કરી જપ્ત


  • Published By :
  • Published Date : 2024-01-28 16:12:30

રાજ્ય શિક્ષણ વિભાગમાં શાળાની મંજૂરી જેવા મામલે શિક્ષણ માફિયાઓ દ્વારા તોડકાંડ કરવામાં આવતો હોવાનું જગજાહેર છે. જો કે હવે આ શિક્ષણ માફિયાઓ પર તવાઈ આવી છે. CID ક્રાઈમે તોડકાંડમાં આજે RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના એક શખ્સની ધરપકડ કરી છે. સુરતના શાળા સંચાલકે CID ક્રાઈમને અરજી કરી હતી કે, RTIના આધાર પર  એક વ્યક્તિ મોટા મોટા તોડ કરે છે. જે બાદ ગાંધીનગરમાં મહેન્દ્ર પટેલના ઘરે CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. મહેન્દ્ર પટેલે RTI એક્ટિવિસ્ટ તરીકે અનેક શાળાઓમાં તોડ કરવાનો મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ તપાસમાં મહેન્દ્ર પટેલ 18 શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાનું સામે આવ્યું છે. મહેન્દ્ર પટેલની ધરપકડ થતા રાજ્યમાં તોડબાજી કરતાં શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.


1 કરોડથી વધુની રોકડ રકમ મળી


CID દ્વારા આજે શિક્ષણ વિભાગમાં ચાલતા બેરોકટોક તોડકાંડ અભિયાનમાં મહેન્દ્ર પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડતા મળી 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત સોનાના દાગીના, જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. RTI કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો. તેની પાસેથી 400 કરતા વધુ ફાઈલો પણ મળી આવી છે.  CID ક્રાઈમના અધિકારીઓને તપાસમાં તોડકાંડ આરોપી મહેન્દ્ર પટેલની કરોડોની બેનામી સંપત્તિ પણ મળી આવતા ચકચાર મચી છે.

 

કઈ રીતે ભાંડો ફૂટ્યો?


સુરતના એક શાળા સંચાલક પ્રવિણભાઇ કેશુભાઈ ગજેરાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલો સામે આવ્યો છે. શાળા સંચાલકે ફરિયાદ કરી હતી કે RTIના આધાર પર એક વ્યક્તિ વિભાગમાં ગેરકાયદેસર રીતે વસૂલાત કરી રહ્યા છે. આ વ્યક્તિ શાળાઓમાં પોતે એક સરકારી અધિકારી હોવાનું કહી પ્રવેશ કરતો. પછી શાળાઓને લાભો મળે માટે સરકારી મંજૂરી આપવામાં મદદ કરશે તેમ કહેતો હતો. અને મંજૂરી મેળવવા મહેન્દ્ર પટેલ રાજ્યની જુદી-જુદી શાળાના સંચાલકો પાસેથી કોરા સહી-સિક્કાવાળા લેટર પેડ, શાળા મંડળના સિક્કારો વગેરે લઈ ફાઈલ તૈયાર કરતો. ફાઈલમાં જરૂરી દસ્તાવેજો ના હોય તો બોગસ દસ્તાવેજો આપી મંજૂરી મેળવવામાં આવતી.  જે શાળાઓ માંગણી મુજબ લાભ આપવાની ના પાડે તો આ એક્ટિવિસ્ટ RTIમાં વાંધા ઉભો કરતો હતો. CID ક્રાઈમ મહેન્દ્ર પટેલના ગાંધીનગરના ઘરે પાડેલ દરોડામાં એવી 400 શાળાની ફાઈલો મળી જેની પાસેથી આ વ્યક્તિ સેટિંગ કરવાની યોજના બનાવતો હતો. આજે ગાંધીનગરથી એક વિશેષ ટુકડી તોડકાંડની તપાસ માટે રાજકોટ પહોંચી હતી. જે શાળા સંચાલકો તોડકાંડ અભિયાનમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમની સમગ્ર હકીકત જાણી નિવેદનો લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. બગડા દ્વારા અગાઉ મહેન્દ્ર પટેલનો બચાવ કર્યાના વલણ પર પ્રશ્ન ઉઠ્યા છે.


તપાસ બાદ થઈ શકે મોટા ખુલાસા


શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત સર્કિટ હાઉસના રજિસ્ટ્રાર અને અન્ય શંકાસ્પદ લોકોની તપાસ કરાશે. બે દિવસની અંદર સમગ્ર મામલાનો રિપોર્ટ સરકારને સુપરત કરાશે. પોલીસનું માનવું છે કે આ મામલામાં મહેન્દ્ર પટેલ સાથે પૂર્વ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ વિભાગના કેટલાક લોકો સંકળાયેલા હશે જેના આધાર પર આ સમગ્ર રેકેટ ચાલી રહ્યું છે. તપાસનો રેલો ક્યાં સુધી પહોચશે અને વધુ કયા નામો ખુલશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?