કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહબુબા મુફ્તી નજરબંધ, LGએ કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-12-11 14:04:19

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબુદ કરવાના નિર્ણયને પડકારનારી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણય પહેલા પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તીને સોમવારે નજરબંધ કરવામાં આવ્યા હતા. પીડીપીએ આ જાણકારી આપી હતી. પીડીપીએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવે તે પહેલા જ પોલીસે પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીના નિવાસસ્થાનના દરવાજા સીલ કરી દેવામાં આવ્યા હતા, અને  તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જો કે ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા આ બાબતને વખોડી નાખવામાં આવી છે.  




ફારૂખ અબ્દુલ્લાના ઘર બહાર પોલીસ તૈનાત


અધિકારીઓએ જણાવ્યું કે પત્રકારોને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાના ગુપકર સ્થિત નિવાસસ્થાને એકત્રિત થવાની મંજુરી નથી. ગુપકર રોડના પ્રવેશ સ્થાનો પર પોલીસકર્મીઓની એક ટુકડી તૈનાત કરવામા આવી છે. ઓક્ટોબર 2020માં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ઓમર અબ્દુલ્લા તેમના પિતા સાથે જ રહે છે. શ્રીનગર થી સાંસદ ફારૂખ અબ્દુલ્લા વર્તમાનમાં સંસદીય સત્ર માટે દિલ્હીમાં જ છે, અને તેમનો પુત્ર હાલ શ્રીનગરમાં રહે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?