કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક યુનિવર્સિટી કેમ્પસમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હોવાના મીડિયા રિપોર્ટ છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા દેશમાં ગાંધી પ્રતિમાને નિશાન બનાવાયાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે. તાજેતરની ઘટનામાં, સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસના પીસ સ્ક્વેર ખાતેની ગાંધીજીની પ્રતિમાને તોડવામાં આવી છે, એમ વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે જણાવ્યું હતું.
#Canada: Another statue of #MahatmaGandhi was vandalised at a university campus in Burnaby, the Consulate General of India in Vancouver announced on Tuesday, just days after another statue was targeted in Ontario. pic.twitter.com/bpSmnNtUkW
— IANS (@ians_india) March 28, 2023
દૂતાવાસે ટ્વીટ કર્યું
#Canada: Another statue of #MahatmaGandhi was vandalised at a university campus in Burnaby, the Consulate General of India in Vancouver announced on Tuesday, just days after another statue was targeted in Ontario. pic.twitter.com/bpSmnNtUkW
— IANS (@ians_india) March 28, 2023ભારતીય વાણિજ્ય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું છે કે, "અમે શાંતિના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાના જઘન્ય અપરાધની સખત નિંદા કરીએ છીએ." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કેનેડિયન સત્તાવાળાઓને આ મામલાની તાત્કાલિક તપાસ કરવા અને ગુનેગારોને વહેલી તકે ન્યાય આપવા વિનંતી કરવામાં આવે છે." 23 માર્ચે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં સિટી હોલ નજીક ખાલિસ્તાન સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત અને સ્પ્રે-પેઇન્ટ કર્યા પછી આ ઘટના બની છે.