નકલી પીએમો અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ જમ્મુ- કાશ્મીરમાં થોડા સમય પહેલા કરવામાં આવી હતી. ઠગ કિરણ પટેલ વિરૂદ્ધ અમદાવાદમાં પણ અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી 40 કલાકની લાંબી મુસાફરી બાદ ગઈ કાલે રાત્રે કિરણ પટેલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કિરણ પટેલની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ હતી જમ્મુ-કાશ્મીર
નકલી પીએમઓ બની બેઠેલા મહાઠગ કિરણ પટેલે અનેક સુવિધોઓનો લાભ લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં એવા સંવેદનશીલ વિસ્તારોમાં હાઈ સિક્યુરીટી સાથે ફરતો હતો. પરંતુ તેની અસલ ઓળખ સામે આવતા જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. કિરણ પટેલને અમદાવાદ લાવવા જમ્મુ-કાશ્મીર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. બાય રોડ મહાઠગ કિરણ પટેલને અમદાવાદ મોડી રાત્રે લાવવામાં આવ્યો હતો.
કિરણ પટેલ વિરૂદ્ધ થશે કાર્યવાહી
છેલ્લા ઘણા સમયથી મહાઠગ કિરણ પટેલની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ઓળખ થયા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. કિરણ પટેલ વિરૂદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા છે. કિરણ પટેલે અને તેની પત્ની માલિની પટેલ પર બીજો પણ એક ગંભીર આરોપ છે. જગદીશ ચાવડાનો સિંધુ ભવન ખાતે આવેલો બંગલો મહાઠગ અને તેની પત્નીએ પચાવી પાડ્યો હતો. આ મામલે કિરણ પટેલની પત્ની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહાઠગ કિરણ પટેલ પણ અમદાવાદ આવી ગયો છે, તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે આ દરમિયાન અનેક ઘટસ્ફોટ સામે આવી શકે છે.