મરાઠા અનામત આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત મનોજ જરાંગ દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે અનામતની માગને લઈ આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગ પાટીલની માગણીઓને સ્વીકારી લેવામાં આવી છે સરકાર દ્વારા. જરાંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા પણ કરી છે. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે.'
#WATCH | Navi Mumbai: Amid a huge crowd of supporters, Maratha reservation activist Manoj Jarange Patil ends his fast in the presence of Maharashtra CM Eknath Shinde, after the state government accepted all demands. pic.twitter.com/NBuMRawZDb
— ANI (@ANI) January 27, 2024
આ માગ સાથે મનોજ જરાંગ કરી રહ્યા હતા આંદોલન!
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હતું, આરક્ષણને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મરાઠા સમુદાય માટે આરક્ષણ માટે મનોજ જરાંગ પાટીલ આંદોલન કરી રહ્યા હતા. મનોજ જરાંગ પાટીલની માગ હતી કે મરાઠા સમાજના લોકો ઓબીસી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ કરી રહ્યા છે. મનોજ જરાંગની પહેલી માગ હતી કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ્દ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ. ઉપરાંત એવી માગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજીક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરૂં પાડે અને ઘણી ટીમો બનાવે. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.
મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે કહી આ વાત!
મનોજ જરાંગ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. શનિવાર સવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે. સરકાર દ્વારા માગણીનો સ્વીકાર કરાતા વિરોધ સમાપ્ત થઈ ગયો છે. અનામતની માગ કરી રહેલા મનોજ જરાંગે પ્રતિક્રિયા આપી છે કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.'. એકનાથ શિંદે મનોજ જરાંગ સાથે મુલાકાત કરી હતી.