વિવિધતાથી ભરેલા ભારતમાં તમામ ધર્મના લોકો સાથે મળીને ભવ્ય રીતે તહેવારો ઉજવે છે. હિંદુ ધર્મના મોટા તહેવારોમાંનો એક તહેવાર એટલે ગણેશોત્સવ. જમાવટ પર આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર કરો લાલ બાગ ચા રાજાના દર્શન
મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિત પરેલ વિસ્તારમાં લાલબાગ ચા રાજા વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ ગઈકાલે રાત્રે ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયા બાદ અંતે બે વર્ષ બાદ ગણેશ બાપ્પાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. પ્રતિવર્ષ લાલ બાગમાં ભવ્ય રીતે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ઢોલ-નગારા અને ડીજેના તાલે મુંબઈના લોકો લાલ બાગ ચા રાજાનું સ્વાગત કરે છે. ત્યારે ગઈકાલે રાતે જ લાલ બાગ ચા રાજાની પહેલી ઝલક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ બાપ્પાની પહેલી ઝલક મેળવી હતી.
#WATCH | Maharashtra: The first look of 'Lalbaugcha Raja' unveiled in Mumbai ahead of #GaneshChaturthi pic.twitter.com/NOn454cIHt
— ANI (@ANI) August 29, 2022
કેમ 'લાલ બાગ ચા રાજા' પ્રત્યે છે લોકોને અપાર લાગણી?
#WATCH | Maharashtra: The first look of 'Lalbaugcha Raja' unveiled in Mumbai ahead of #GaneshChaturthi pic.twitter.com/NOn454cIHt
— ANI (@ANI) August 29, 2022વર્ષ 1934માં ચિંચપોકલીના કોલીઓએ સાર્વજનિક ગણેશોત્સવ લાલબાગ ચા રાજા મંડળની સ્થાપના કરી હતી. મુંબઈના લાલબાગ ચા રાજા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં જ 50 હજારથી વધારે ગણેશ મંડળ છે, જ્યારે દેશભરમાં તો જુજ સંખ્યામાં ગણેશ મંડળ છે, જે ભાવ સાથે ગણેશોત્સવ ઉજવે છે.
વર્ષ 2022માં ક્યારે ઉજવાશે ગણેશોત્સવ?
ગણેશ ચતુર્થી વિક્રમ સવંતની ભાદરવા સુદ ચોથના રોજ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ 10 દિવસ ચાલે છે અને અનંત ચતુદર્શીના રોજ તહેવાર પૂર્ણ થાય છે. દસ દિવસ બાદ રંગેચંગે ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2022ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે.
ગણેશોત્સવ પર જમાવટની તમને નમ્ર અપીલ
ગણેશ મંડળો અને ઘરોમાં ગણેશ સ્થાપના દરમિયાન લોકો પ્લાસ્ટર ઓફ પેરીસ એટલે કે સામાન્ય બોલચાલની ભાષામાં પીઓપીની મૂર્તિ ખરીદતા હોય છે. પ્લાસ્ટર ઓફ પેરીસ એક ખાસ કેમિકલ હોય છે જે સખત હોય છે. PoPને પાણીમાં ઓગળવામાં બહુ સમય લઈ લે છે. જમાવટ તમને ખાસ અપીલ કરે છે કે મૂર્તિ ખરીદવા સમયે બની શકે તો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ જ ખરીદો. કારણ કે, વિસર્જન બાદ ગણેશ મૂર્તિ તળાવ કે સાર્વજનિક સ્થાનોમાં ઓગળતી નથી અને વિસર્જિત થયેલા સ્થાને પાણીમાં મૂર્તિ એમ જ પડી રહે છે. પાણી સૂકાયા બાદ મૂર્તિ દેખાય છે ત્યારે મૂર્તિની સ્થિતિ ખૂબ ખરાબ હોય છે. જે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ માટે ખરાબ બાબત છે. જમાવટની આપને નમ્ર અપીલ છે કે ધામધુમથી ગણેશોત્સવ ઉજવો પરંતુ માટીના ગણેશ કે ઈકો-ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરીને પર્યાવરણની રક્ષા કરો.