મહારાષ્ટ્રના પોલીસકર્મીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યની એકનાથ શિંદેની સરકારે બુધવારે પોલીસકર્મીઓની રજામાં વધારો કર્યો છે. એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્ર પોલીસને વર્ષ દરમિયાન કુલ 20 દિવસની આકસ્મિક રજા (Casual Leaves) આપવાની જાહેરાત કરી છે.
Maharashtra Cabinet has decided to increase the number of casual leaves from 12 days to 20 days every year, for police officials ranking from police constables to police inspectors.
— ANI (@ANI) September 21, 2022
કોન્સ્ટેબલથી લઈને PSI માટે આકસ્મિક રજાની જાહેરાત
Maharashtra Cabinet has decided to increase the number of casual leaves from 12 days to 20 days every year, for police officials ranking from police constables to police inspectors.
— ANI (@ANI) September 21, 2022મહારાષ્ટ્ર સરકારે પોલીસના કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટર માટે આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા 12 દિવસથી વધારીને 20 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં પોલીસકર્મીઓની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં હાલમાં 1,65,740 પોલીસકર્મીઓ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા વધારવાની દરખાસ્ત શરૂઆતમાં DGP સંજય પાંડે દ્વારા કરવામાં આવી હતી, જે હાલમાં જેલના સળિયા પાછળ છે.