મહારાષ્ટ્ર: મંત્રી છગન ભુજબળનું છલકાયું દર્દ 'મારા જીવને જોખમ, કોઈ મને ગોળી મારી શકે છે'


  • Published By :
  • Published Date : 2023-12-14 21:15:20

OBC નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે વિધાનસભામાં ખુલાસો કર્યો કે તેમના જીવને જોખમ છે. કોઈ તેમને ગોળી મારી શકે છે. તેમણે ગૃહમાં કહ્યું કે તેઓ મરાઠા આરક્ષણના બિલકુલ વિરોધમાં નથી. મરાઠાઓને અનામત આપવા સામે તેમનો કોઈ વિરોધ નથી. તેના બદલે તેઓ મરાઠા આરક્ષણનું સમર્થન કરી રહ્યા છે.


ભુજબળનું છલકાયું દર્દ


મરાઠા આરક્ષણ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમિયાન ભુજબળ બોલવા માટે ઉભા થયા ત્યારે ઉદ્ધવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મંત્રી ચર્ચામાં કેવી રીતે ભાગ લઈ શકે. તેના પર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ભાસ્કર જાધવના વાંધાને ફગાવી દીધો હતો. ત્યારે ભુજબળે કહ્યું કે મરાઠા આરક્ષણને લઈને મારો કોઈની સાથે વિરોધ નથી. આ બાબતે આપણે બધા એકમત છીએ. વિપક્ષની સાથે સાથે વિવિધ સંગઠનોનું કહેવું છે કે ઓબીસીના આરક્ષણ સાથે સમાધાન કર્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવી જોઈએ. જો કોઈ તેનો વિરોધ નથી કરતું તો મને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? શા માટે અમારી વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? શા માટે મને ટાર્ગેટ આપવામાં આવે છે?


'મને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે?'


છગન ભુજબળે ગૃહમાં કહ્યું કે તમામ પક્ષોએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે ઓબીસી સમુદાયને આપવામાં આવેલા અનામત ક્વોટામાંથી મરાઠા સમુદાયને અનામત ન આપવી જોઈએ, તો પછી મને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મરાઠા સમાજમાં તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમને મરાઠા વિરોધી સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.


'મારો કાર્યક્રમ પૂરો થશે'


ભુજબળે કહ્યું કે મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમનો કાર્યક્રમ પૂરો કરવામાં આવશે. મનોજ જરાંગે પાટીલના નિવેદન બાદ પોલીસે અચાનક મારી સુરક્ષા વધારી દીધી હતી. જ્યારે મેં પોલીસને આ વિશે પૂછ્યું તો તેઓએ મને કહ્યું કે મારા જીવને જોખમ છે. ઇનપુટ રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે કે કોઈ તમને ગોળી મારી શકે છે, તેથી તમારી સુરક્ષા વધારી દેવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?