મહારાષ્ટ્ર: ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2024-01-13 17:47:19

મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિના રિપોર્ટ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં તે બહુમાળી ઈમારતના અન્ય ભાગોમાં પણ પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લોઢા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 11મા માળેથી શરૂ થયેલી આગ ઝડપથી અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે રહેવાસીઓએ પાણીના ટેન્કરોનો ઉપયોગ કર્યો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં વ્યસ્ત છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બહુમાળી ઈમારતમાં લાગેલી આગ થોડી જ વારમાં જ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.


અગાઉ પણ બોરીવલીમાં લાગી હતી આગ

 

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં આ પહેલા પણ ઘણી ઈમારતોમાં આગ લાગી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં બોરીવલીમાં આઠ માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં 8 વર્ષના છોકરા સહિત બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય ત્રણ લોકો પણ દાઝી ગયા હતા. અગાઉ આ જ મહિનામાં ગોરેગાંવ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગવાથી સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 40થી વધુ લોકો દાઝી ગયા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?