મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ ઈચ્છા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તે પોતાનું ભાવિ જીવન વાંચન અને લેખનમાં પસાર કરવા માંગે છે. તેઓ તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્તિ ઈચ્છે છે.
Conveyed to PM Modi my wish to be relieved of all political responsibilities: Maharashtra Governor
Read @ANI Story | https://t.co/vnmIOrjXvu#bhagatsinghkoshyari #Maharashtra #PMModi pic.twitter.com/Ci8AmXMlJl
— ANI Digital (@ani_digital) January 23, 2023
PM મોદીને પણ નિવૃતી અંગે કરી વાત
Conveyed to PM Modi my wish to be relieved of all political responsibilities: Maharashtra Governor
Read @ANI Story | https://t.co/vnmIOrjXvu#bhagatsinghkoshyari #Maharashtra #PMModi pic.twitter.com/Ci8AmXMlJl
જાહેર કરાયેલા નિવેદનમાં ભગત સિંહ કોશ્યારીએ કહ્યું છે કે મને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપવાની તક મળી તે ખૂબ જ સન્માનની વાત છે. તે મહારાષ્ટ્ર જે સંતો અને સામાજિક કાર્યકરોની ભૂમિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કોશ્યારીએ તે બાબતે પણ માહિતી આપી કે તેમણે તેમની આ ઈચ્છાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી છે. પીએમ મોદી જ્યારે મુંબઈ પ્રવાસ પર આવ્યા ત્યારે તેમની તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.