મહારાષ્ટ્ર સરકારે સરકારે કર્મચારીઓ માટે 1 ઓક્ટોબરે પરિપત્ર બહાર પાડી હેલ્લોના બદલે વંદે માતરમ બોલવું ફરજીયાત કરી દીધું છે. આ નવા GR મુજબ મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારી હવે ફોન રિસિવ કરતી વખતે હેલ્લોના બદલે ફરજીયાતપણે વંદે માતરમ બોલશે.
ભાજપ નેતા સુધીર મુનગંટીવારે શરૂ કરી પરંપરા
દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહયો હતો ત્યારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્લો નહીં પણ વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દેવામાં આવે. મહારાષ્ટ્રમાં જ્યારે સત્તા પરિવર્તન થયું તે સમયે સુધીર મુનગંટીવારને રાજ્યના સાંસ્કૃતિક મંત્રાલયની જવાબદારી સોંપાવમાં આવી હતી. તેમણે તાત્કાલિક નિર્ણય લઈ તેમના મંત્રાલયના કર્મચારીઓ માટે ફોન પર વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દીધું હતું.
'વંદે માતરમ'થી રાષ્ટ્રિય ગૌરવ પેદા થાય છે
મહારાષ્ટ્ર સરકારના દાવા મુજબ હેલ્લો શબ્દ પશ્ચિમથી આવ્યો છે. આ શબ્દ પશ્ચિમી સંસ્કૃતિની નકલ છે, અને નિરર્થક અભિવાદન છે. તેનાથી કોઈ લાગણીનો કોઈ ભાવ પેદા નથી થતો. જો કે વંદે માતરમ બોલવાથી રાષ્ટ્રિય ગૌરવની લાગણી પેદા થાય છે.