મહારાષ્ટ્રઃ બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટ્યો, 8 ગંભીર, 20 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-27 18:57:02

મહારાષ્ટ્રના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. 60 ફૂટ ઉંચા ફૂટ બ્રીજ પરથી લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિજ તૂટ્યો હતો. 60 ફૂટ ઉંચો બ્રિજ તૂટતા 20 લોકો ઘાયલ થઈ ગયા હતા. રેલવેના પાટા પર પટકાતા પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. હાલ તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. રેલવે તંત્રના લોકો પણ બ્રિજનો તૂટેલો કાટમાળ રેલવેના પાટા પરથી હટાવી રહ્યો છે. 





વહેલી સવારે તેમજ રાત્રે થોડી થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ત્યારે લોકો આતુરતાથી ઠંડીની રાહ જોઈ રહ્યા છે.. ઠંડી ક્યારે આવશે તે સવાલ લોકોને થઈ રહ્યો છે. ત્યારે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવનાર દિવસોમાં કેવું રહેશે હવામાન..

રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

આપણી આસપાસ જ જો દિકરી સુરક્ષીત નથી તો ક્યાં રહેશે? આ વાંચો, વંચાવો અને બીજા કોઈને નહીં પોતાની જાતને જવાબ આપો