મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, સ્પીકર રાહુલ નાર્વેકરનો ફેંસલો, 'ઉદ્ધવને એકનાથ શિંદેને હટાવવાનો અધિકાર નથી'


  • Published By :
  • Published Date : 2024-01-10 19:37:50

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં પોતાનો નિર્ણય સાંભળતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને હટાવવાની સત્તા નથી. શિવસેના પ્રમુખને પક્ષના કોઈપણ નેતાને હટાવવાનો અધિકાર નથી. એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવવાનો નિર્ણય સ્વીકારી શકાય નહીં.

ઈલેક્શન કમિશનના રેકોર્ડને બનાવ્યો આધાર 


મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં નાર્વેકરે સવાલ કર્યો કે પાર્ટીનું બંધારણ શું કહે છે? નેતૃત્વ કોની પાસે હતું? વિધાનમંડળમાં કોની પાસે બહુમતી હતી? આ બધી બાબાતોને તેમણે મુખ્ય આધાર બનાવ્યો હતો. આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે તેમણે ચૂંટણી પંચના રેકોર્ડને યોગ્ય સાચો માન્યો હતો. આ પછી, તેમણે શિંદેથી અલગ થયેલા શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરીને ઉદ્ધવ ઠાકરેની અપીલને નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પર નિર્ણય લેવા માટે નાર્વેકરને 10 જાન્યુઆરીની સમયમર્યાદા આપી હતી. રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મેં ધારાસભ્યોની અયોગ્યતાના મામલામાં નિર્ણય લેતી વખતે ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


લગભગ દોઢ વર્ષ પહેલા, 20 જૂન, 2022 ના રોજ, એકનાથ શિંદે અને તેમના જૂથના 39 ધારાસભ્યોએ શિવસેના સામે બળવો કર્યો હતો અને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ત્યાર બાદ શિંદે ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા, દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા હતા. ઉદ્ધવ પાર્ટીએ પહેલા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સ્પીકરને નોટિસ આપી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી કરતી અરજીઓ દાખલ કરી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...