નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પર વર્ચસ્વની લડાઈમાં શરદ પવાર સામે ભત્રીજા અજીત પવારની જીત થઈ છે. NCP પર પોતાના એકાધિકાર માટે લડતા શરદ પવારને ચૂંટણી પંચ બાદ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પિકરે પણ ઝટકો આપ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે. તેમણે ધારાસભ્યોને લાયક જાહેર કરીને તેમની સામેની તમામ અરજીઓને રદ કરી દીધી છે. તેમણે અજીત જૂથને અસલી NCP પણ ગણાવ્યું હતું. અજિત પવારને 41 ધારાસભ્યોનું સમર્થન છે.
Maharashtra Assembly Speaker Rahul Narwekar decides that Ajit Pawar faction is the 'real NCP' political party. Decision was based on the factor of legislative majority. pic.twitter.com/HH6ab2jDVl
— ANI (@ANI) February 15, 2024
શું કહ્યું સ્પીકર રાહુલ નાર્વેકરે?
Maharashtra Assembly Speaker Rahul Narwekar decides that Ajit Pawar faction is the 'real NCP' political party. Decision was based on the factor of legislative majority. pic.twitter.com/HH6ab2jDVl
— ANI (@ANI) February 15, 2024શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યોની સાથે જુલાઈ 2023 માં મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. બાદમાં અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જો કે ત્યાર પછી તેમના જુથને ગેરલાયક ઠરાવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. નાર્વેકરે ચુકાદામાં કહ્યું હતું કે પાર્ટીના સ્થાપક શરદ પવારના નિર્ણયો પર સવાલ ઉઠાવવો અથવા તેમની ઇચ્છાઓની અવગણના કરવી એ પક્ષપલટા સમાન નથી પરંતુ તે માત્ર આંતરિક મતભેદ છે. તેમણે કહ્યું કે આ કેસમાં પક્ષપલટા વિરોધી જોગવાઈઓ સાથે સંબંધિત બંધારણની 10મી અનુસૂચિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
પક્ષની નેતાગીરી 10મી અનુસૂચિનો ઉપયોગ મોટી સંખ્યામાં સભ્યોના અસંમત અવાજોને અયોગ્યતાની ધમકી આપીને દબાવવા માટે કરી શકે નહીં. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે એનસીપીમાં (જુલાઈ 2023માં) જે ઘટના બની તે સ્પષ્ટ રીતે પાર્ટીનો આંતરિક મતભેદ હતો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે પાર્ટીમાં વિભાજન સમયે મોટાભાગના ધારાસભ્યો અજિત પવાર કેમ્પમાં હતા. તેમણે કહ્યું કે અજિત પવાર કેમ્પનો નિર્ણય NCPની ઈચ્છા દર્શાવે છે.