મહારાષ્ટ્રના ધુલેના જિલ્લામાં એક દર્દનાક ઘટના બની છે, અહીં મુંબઈ-આગ્રા હાઈ-વે પર એક કન્ટેઈનર હોટેલમાં ઘુસી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત અને 38 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મંગળવારે બપોરે 12 વાગ્યે થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રકની બ્રેક ફેઈલ જવાના કારણે આ ભીષણ અકસ્માત થયો હતો. આ ટ્રકે બે મોટર સાઈકલ અને એક અને એક કન્ટેઈનરને ટક્કર મારી હતી.
#WATCH | CCTV visuals of the accident in Dhule, Maharashtra where seven people have died and 28 others got injured. The accident took place in Shirpur taluka of Dhule district, earlier today. pic.twitter.com/zfGtyvWEmo
— ANI (@ANI) July 4, 2023
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા
#WATCH | CCTV visuals of the accident in Dhule, Maharashtra where seven people have died and 28 others got injured. The accident took place in Shirpur taluka of Dhule district, earlier today. pic.twitter.com/zfGtyvWEmo
— ANI (@ANI) July 4, 2023મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે લગભગ 10 લોકોના મોત અને 38 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા અનેક લોકોનો સમાવેશ થાય છે. આ નિર્દોશ લોકોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે , જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રક મધ્ય પ્રદેશથી ધુલે તરફ જઈ રહી હતી.